ગુજરાતમાં આ હાઈવે પરથી પસાર થતાં ચેતજો, જાણો કેમ લાગી છે લાંબી લાંબી વાહનોની કતારો

સોમવાર, 1 જાન્યુઆરી 2024 (16:15 IST)
Be careful while passing through this highway in Gujarat, know why there are long queues of vehicles
મહીસાગર જીલ્લામાં બાલાસિનોર-અમદાવાદ હાઈવે પર ટ્રક ડ્રાઈવરોએ ટ્રકો રસ્તા પર મુકીને રસ્તો બ્લોક કર્યો હતો. ટ્રક ડ્રાઈવરોએ ટાયર સળગાવી, રસ્તા રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરકારે લાગુ કરેલો કાયદો પરત લેવા ટ્રક ડ્રાઈવરોની માંગ છે. માંગણી નહી સંતોષ।ય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ટ્રક ડ્રાઈવરોએ ચીમકી ઉચ્ચારી હતી.

સુરતનાં હજીરા વિસ્તારનાં નેશનલ હાઈવે ઉપર ડ્રાઈવરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભારે વાહન ચાલકોને અકસ્માતનાં કિસ્સાનાં કાયદામાં ફેરફારને લઈ વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. નવા નિયમોને લઈને વાહન ચાલકોમાં રોષ ભભુક્યો છે. જેને લઈ ટ્રક અને ટ્રેલરનાં ડ્રાઈવરો હડતાળ પર ઉતરી 5 કિલોમીટર સુધીનો ચક્કાજામ કર્યો હતો. ઈચ્છાપોર પોલીસ સ્ટેશન અને હજીરા પોલીસનો સ્ટાફ ઘટનાં સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો. વડોદરાથી આણંદ, નડિયા અને ખેડા જતા રૂટ પર ટ્રકોની લાઈન લાગી હતી. કિલોમીટરો સુધી ટ્રકોની લાંબી લાઈન લાગી હતી. ખેડાનાં કનેરાથી લઈને અસલાલી, નારોલ, સુધી રસ્તો ટ્રક ચાલકોએ બ્લોક કર્યો હતો. સરકાર દ્વારા લાગુ કરાયેલ નવા કાયદાનો ટ્રક ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો.  અકસ્માતના કેસમાં ભારે વાહન ચાલકોને દંડની જોઈગાઈ કરતા રાજ્ય સરકારના કાયદા સામે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે..ત્યારે નવસારીમાં પણ કાયદાના વિરોધમાં ટ્રક ચાલકો રસ્તા પર ઉતર્યા અને ભારે વિરોધ નોંધાવ્યો. 2 હજારથી વધુ ટ્રક ચાલકોએ ચક્કાજામ કરી વિરોધ નોઁધાવ્યો. સરકારનો કાયદો ડ્રાઈવર વિરૂદ્ધ હોવાનો આક્ષેપ લગાવ્યો. સાથે જ સરકાર આ કાયદો પરત નહીં લે ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર