ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડે જોઇન્ટ ઓપરેશનમાં પાંચ પાકિસ્તાની નાગરિકોની ધરપકડક કરી છે. તેમની પાસેથી ડ્રગ્સની મોટી ખેપ મળી આવી છે. એટીએસના અનુસાર, કચ્છ પાસે સમુદ્રમાં એક બોટ ઝડપાઇ છે, જેમાં 35 પેકેટ ડ્રગ્સ સાથે પાકિસ્તાની સવાર હતા. હાલ ડ્રગ્નની માત્રા તપાસવામાં આવી રહી છે.
ગત વર્ષે ઓક્ટોબરમાં સીમા સુરક્ષા બળ (બીએસએફ)એ એક મોટી કાર્યવાહી કરતાં કચ્છમાં જ સર્ચ ઓપરેશન દરમિયાન પાંચ બિનવારસી પાકિસ્તાની ફિશિંગ બોટ મળી હતી. બીએસએફે પેટ્રોલિંગ દરમિયાન હરામીનાળા બોર્ડર પાસેથી આ બોટો મળી આવી હતી. પહેલાં પણ ઘણીવાર આવું થયું છે જ્યારે પાકિસ્તાનથી ભારતમાં ડ્રગ્સ સપ્લાઇનો પ્રયત્ન કરતાં ડ્રગ્સ તસ્કરો પકડાયા છે. તસ્કરો કચ્છ ની ખાડીનો વધુ ઉપયોગ કરે છે કારણ કે તેમને બોટના સહારે ભારતમાં પ્રવેશ કરવો સરળ લાગે છે.