રખડતા કૂતરાએ 2 વર્ષના બાળક પર કર્યો હુમલો, પિતાની સમયસૂચકતાથી બચ્યો જીવ

dog attack on child
Amreli News - રખડતા કૂતરાઓનો આતંક આખા દેશમાં ફેલાયો છે. રોજ આપણને કૂતરાઓના માણસો પર હુમલાઓના સમાચાર સાંભળવા મળે છે. આ પ્રાણીઓ ખાસ કરીને બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. કારણ કે બાળક તેમનો સામનો કરી શકતુ નથી. આવો જ એક કેસ ગુજરાતના અમરેલીમાં બન્યો છે. જ્યા ઘરના આંગણમાં રમતા બે વર્ષના બાળકને એક કૂતરુ ઉઠાવીને લઈ જઈ રહ્યુ હતુ,  પણ ભગવાનનો આભાર કે બાળકના રડવાનો અવાજ સાંભળીને બાળકના પિતા દોડીને કૂતરા પાછળ ભાગ્યા તો તેને બાળકને છોડી દીધુ. 
 
 બાળકના રડવાનો અવાજ સામે આવતા બાળકના પિતા દોડી આવ્યા હતા. અને પિતાએ શ્વાનના મોંમાંથી તાત્કાલીક બાળકને છોડાવ્યું હતું. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા.

 
અમરેલી જશવંતગઢ ગામે રખડતા શ્વાનનો આતંક જોવામાં મળતા લોકોમાં ભય ફેલાયો છે. જશવંતગઢથી રાંઢીયા રોડ ઉપર આવેલી બાયોકોલ ફેક્ટરી પાસે નાન બાળક પર શ્વાને હુમલો કર્યાની ઘટના સામે આવી છે. રખડતા શ્વાને આશરે દોઢ થી બે વર્ષના બાળક ઉપર હુમલો કર્યો હતો. બાળક આંગણામાં રમતું હતું તે સમયે બાંકડા ઉપર બેઠેલું એક શ્વાને અચાનક આવી બાળક ઉપર હુમલો કર્યો હતો.
 
શ્વાને બાળક ઉપર હુમલોક કર્યો
 
બાળક ઉપર હુમલો કર્યા બાદ શ્વાને બાળકને મોઢામાં ઉપાડી ભાગ્યું હતું. બાળક જોરથી રડવાનો અવાજ સાંભળી બાળકના પિતા પાછળ દોડતા શ્વાન બાળકને મૂકી ભાગી ગયું હતું. આ અગાઉ પણ જશવંતગઢ ગામે ત્રણ ચાર શ્વાનના હુમલાના બનાવો બની ગયા છે. રખડતા શ્વાનનો આતંક જોવા મળતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. લોકોને નાના બાળકોને મુકવા ભારે પડી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર