પડોશીના હાથમાંથી છુટી ગયેલ પાલતુ રોટવિલર શ્વાને 4 મહિનાની બાળકી પર હુમલો કરતા મોત

મંગળવાર, 13 મે 2025 (15:27 IST)
Rottweiler dog attack
Gujarat News - અમદાવાદની રાધે રેસીડેંસીમાં ગઈકાલે રાત્રે એક પાલતૂ શ્વાને 4 મહિનાની બાળકી પર અચાનક હુમલો કર્યો. રોટવિલર નસ્લના આ પાલતૂ શ્વાનના હુમલામાં 4 મહિનાની બાળકી ગંભીર રૂપથી ઘાયલ થઈ ગઈ. બાળકીને તરત જ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યા સારવાર દરમિયાન તેનુ મોત થયુ. 
 
હાથીજન સર્કલ સ્થિત રાઘે રેસીડેંસીમાં રહેનારા પ્રતીક ડાભીની 4 મહિના 17 દિવસની પુત્રી ઋષિકાને તેમની સાળી ખોળામાં ઉઠાવીને ઘરની બહાર નીકળી હતી. એ સમયે પાસે રહેનારી એક મહિલા પોતાના રોટવિલર નસ્લના પાલતૂ  શ્વાનને રાઉંડ પર લઈ જવા નીકળી હતી. મહિલા ફોન પર વાત કરી રહી હતી ત્યારે શ્વાનનો પટ્ટો હાથમાંથી છૂટી ગયો અને શ્વાને બાળકી અને તેની માસી પર જીવલેણ અટેક કર્યો.
 
આ હુમલાના સીસીટીવી  ફુટેજ સામે આવ્યા છે. જેમા રાત્રે લગભગ 9 વાગે રોટવિલર કૂતરો પોતાની  માલકિનના હાથમાંથી છૂટીને બેકાબુ થઈ ગયો અને સામે દેખાનારા લોકો પર હુમલો કરી દે છે જેનાથી ભગદડ મચી જાય છે. ફુટેજમાં દેખાય રહ્યુ છે કે રાતના સમયે વિપુલ ડાભીની ચાર મહિના અને 17 દિવસની ઋષિકા નામની બાળકીને લઈને બાળકીની માસી આંટો મારવા નીકળી હતી. આ દરમિયાન ફ્લેટમાં રહેતી યુવતી તેની સાથે પાલતું રોટવીલર બ્રીડનું શ્વાન લઈને નીચે આવી હતી. આ દરમિયાન રોટવીલર હાથમાંથી છટકી ગયું અને બાળકી તથા તેના માસી પર હુમલો કર્યો હતો. જેમાં બાળકી તેના માસીના હાથમાંથી છટકીને નીચે પડી ત્યારે રોટવીલરે બાળકીને બચકા ભરવા લાગ્યો. પાસે ઉભેલી એક મહિલા દોડીને બાળકીને બચાવીને તેને ખોળામાં ઉઠાવી લે છે જ્યારબાદ બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યા સારવાર દરમિયાન તેનુ મોત થયુ.  આ અંગે સોસાયટીના રહીશોમાં પણ રોષ જોવા મળ્યો છે.આ મામલે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવશે
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર