રાજકોટ અગ્નિકાંડની વરસી- 24નાં મોત, મૃતકોમા 12 બાળકો , કચરાથી ભડકી આગ, ૩૦ સેકન્ડમાં ફેલાઈ હતી

રવિવાર, 25 મે 2025 (11:13 IST)
રાજકોટ માટે 26 મે, 2024નો દિવસ કાળો બન્યો છે. કાલાવડ રોડ આવેલા TRP ગેમઝોનમાં મોટી આગ લાગી હતી. હાહાકાર મચાવતી આગદુર્ઘટનામાં વેકેશન અને વિકેન્ડની મજા માણવા ગયેલા માસુમો કાળનો કોળ્યો બન્યા હતાં. માત્ર 30 જ સેકન્ડમાં આખેઆખો ગેમઝોન સળગી ઉઠ્યો હતો. રાતના એક વાગ્યા સુધી 28ના મોત થયા હતા અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. આગને પગલે ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. આખું ગેમઝોન આગમાં બળીને ખાક થઇ ગયું હતું. 
 
વેલ્ડિંગ કરતી વખતે તણખો ઝરતાં આગ
સીડી પર વેલ્ડિંગ કરતી વખતે તણખાં ઝરતાં અચાનક આગ ભભૂકી.જો કે ઉપર જવા માટે એક જ સીડી હોવાથી બીજા-ત્રીજા માળના લોકોને બચવાનો રસ્તો જ મળ્યો નહીં. જેને કારણે મૃત્યુઆંક ખૂબ જ વધી ગયો. ગેમ ઝોનમાં રબ્બર અને રેક્ઝિનનું ફ્લોરિંગ હતું. સાથે જ પતરાંનાં સ્ટ્રક્ચરમાં થર્મોકોલની શીટનું પાર્ટીશન હતું. વળી કાર ઝોન ફરતે એક હજારથી વધુ ટાયર હતા. આ ઉપરાંત અહીં પચ્ચીસો લીટર ડીઝલ હોવાથી આગ વિકરાળ બની હતી.
 
સસ્તી સ્કીમને કારણે ગેમ ઝોનમાં ભીડ 
વેકેશન અને વીકેન્ડને કારણે એન્ટ્રી ફી 500 રૂપિયાથી ઘટાડી 99 રૂપિયા કરી હતી. જેને કારણે અહીં ભીડ વધું હતી.દુર્ઘટના સમયે અહીં 300 લોકો હાજર હતા. જેમાંથી ઘણા લોકો હજુ લાપતા છે.
 
કેટલાક  મૃતદેહ ટાયરમાં ચોંટી ગયા  
સિવિલ હૉસ્પિટલમાં એક એમ્બ્યુલન્સમાં 5-5 મૃતદેહ લાવવાની ફરજ પડી. કેટલાક મૃતદેહ તો કોથળાં-કાપડ અને પ્લાસ્ટિકની થેલીઓ લવાયા હતા. તો કેટલાક ટાયરમાં જ ચોંટેલા હતા. 5 ફૂટની એક વ્યક્તિનો મૃતદેહ તો સાડા ત્રણ ફૂટ જેટલો થઈ ગયો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર