ઘોઘા ખાતે રોપેક્ષ ફેરી શીપનું આગમન, જહાજમાં પેસેન્જરો માટે ખાવા-પીવા,મનોરંજનની વ્યવસ્થા

ગુરુવાર, 11 ઑક્ટોબર 2018 (12:02 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન ઘોઘા-દહેજ રોપેક્ષ ફેરી સર્વિસનું ખાસ જહાજ ઘોઘા બંદર ખાતે આવી પહોચ્યું. વોયેજ સિમ્ફની જહાજ સાથે આવેલ ઈન્ડીગો સીવેઝના ચીફ એક્ઝીક્યુટીવ ડી.કે.મનરાલે જણાવ્યું હતું કે, આ જહાજની લંબાઈ ૧૦૭ મીટર,પહોળાઈ ૨૨ મીટર તેમજ તેનો ડ્રાફ્ટ ૪ મીટરનો છે.શીપમાં એક સાથે ૪૪ જેટલા ટ્રકો, બસો તેમજ ૨૫ મોટરકારો, બાઈક્સ તેમજ ૫૦૦ જેટલા પેસેન્જરો મુસાફરી કરી શકશે. ઘોઘા ખાતે આવેલ વોયેજ સિમ્ફની જહાજમાં મુસાફરોની સાથે સાથે બસ,ટ્રક,કાર તેમજ બાઈકનું ટ્રાન્સપોર્ટેશન થઇ શકે તે માટે મોટા પાર્કિંગની ખાસ વ્યવસ્થા જોવા મળે છે.જેમાં નીચેના ભાગે ટ્રક અને બસ પાર્ક કરવામાં આવશે જયારે કાર-બાઈક્સને પહેલા માળ પર રાખવામાં આવશે.આ ઉપરાંત આ જહાજમાં દરિયાઈ માર્ગે ૫૦૦ જેટલા મુસાફરો માટેને બેસવા તેમજ ખાવા પીવાની વસ્તુઓ માટેની ખાસ વ્યવસ્થાઓ પણ જહાજમાં કરવામાં આવેલ છે.આ ઉપરાંત મુસાફરી દરમ્યાન મુસાફરોને વાઈ-ફાઈની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. તેમજ ઘોઘાથી દહેજ આ શીપ માત્ર ૨ કલાકમાં પહોચશે. જેથી લોકોને સમય-ઇંધણ અને મેન્ટેનન્સના ખર્ચમાં રાહત થશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર