ઓનલાઇન અભ્યાસે વિદ્યાર્થીઓનો લીધો જીવ, કરંટ લાગવાથી વિદ્યાર્થીનું મોત

મંગળવાર, 28 જુલાઈ 2020 (11:32 IST)
ગુજરાતમાં વધતા જતા કોરોનાના કહેર વચ્ચે ખાનગી સ્કૂલો દ્વારા ઓનલાઇન શિક્ષણને વિવાદ સર્જાતા રાજ્ય સરકારે ઓનલાઇન શિક્ષણ આપવાનું નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે ઘમાસાણ વચ્ચે દહેગામના પરા વિસ્તારમાં ધોરણ 4માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઓનલાઇન અભ્યાસ માટે ટીવી ચાલુ કરવા જતાં તેને કરંટ લાગ્યો હતો અને તેનું મોત નિપજ્યું હતું.  
 
પ્રાપ્ત માહિતી અનુસાર દેહગામમાં ધોરણ 4ના વિદ્યાર્થી વનરાજસિંહ રૂપસિંહ પરમારને ટીવીનો કરંટ લાગતાં મોત નિપજ્યું હતું. વિદ્યાર્થીના મોટાભાઇ કાળુસિંહ પરમારે જણાવ્યું હતું કે, શનિવારે સવારે શાળામાંથી પુસ્તકો મેળવી મારો નાનો ભાઇ વનરાજસિંહ ઘરે આવ્યો હતો. શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા ટીવીમાં ઓનલાઇન શિક્ષણનું પ્રસારણ થતું હોવાની વાત સાંભળી મારા ભાઇએ ટીવી ચાલું કરતા મારા ભાઇને અચાનક કરંટ લાગ્યો હતો.
 
વનરાજસિંહએ એકદમ બૂમ પાડતાં મારા બા તેને છોડાવવા જતાં તેમને પણ કરંટનો ઝાટકો લાગ્યો હતો. હું નજીકમાં હોવાથી તરત જ મેં મેઇન સ્વિચ બંધ કરી દીધી હતી. ત્યારબાદ તેને રિક્ષામાં ખાનગી દવાખાને લઇ ગયા હતા. જ્યા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઓનલાઇન અભ્યાસનું પ્રસારણ જોવા જતાં દેહગામના પરિવારે પોતાનો દિકરો ગુમાવી દીધો છે જેને લઇને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર