આજથી માસ્ક વગર બહાર નીકળશો તો ખિસ્સમાંથી જશે આટલા રૂપિયા

શનિવાર, 1 ઑગસ્ટ 2020 (10:25 IST)
દિવસે ને દિવસે ગુજરાતમાં કોરોનાનો કહેર વધતો જાય છે ત્યારે કોરોનાને ફેલાતો અટકાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. હાલ માસ્ક વગર જાહેરમાં નીકળો તો 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે.
 
જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  સમગ્ર રાજ્યમાં આજથી  ઓગષ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો ને તેમજ જાહેરમાં થૂકનારા લોકો, વ્યક્તિઓ ને  500 રૂપિયા નો દંડ કરવાનો નિર્ણય કર્યો છે . હાલ આ દંડની જે રકમ  રૂપિયા 200 છે તે 1 ઓગષ્ટથી 500 રૂપિયા કરવામાં આવશે.
 
મુખ્યમંત્રીએ નાગરિકો પ્રજાજનોને માસ્ક સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે હેતુસર એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્યમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર 2 રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્ક નાગરિકોને મળી શકશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા માસ્ક ન પહેરનાર લોકો પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલવાનું શરી કરી દીધું છે. મહત્વનું છે કે અત્યાર સુધી માસ્ક ન પહેરવા બદલ 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર