Coronavirus Vaccine: વાંદરાઓ પર સફળ રહ્યુ કોરોના વૈક્સીનનુ હ્યુમન ટ્રાયલ, સૌથી પહેલા જાણો કોણે મળશે ડોઝ

શુક્રવાર, 31 જુલાઈ 2020 (13:09 IST)
Covid-19 Vaccine, corona vaccine Update: કોરોના મહામારી સંકટ આખી દુનિયામાં ચાલી રહ્યુ છે અને તેના વૈક્સીન માટે દરેક જગ્યાએ કોશિશ ચાલુ છે. કોવિદ 19 નુ વૈક્સીન વિકસિત કરવામાં લાગેલ વિશેષજ્ઞ દુનિયાભરમાં તેના માનવ પરીક્ષણ (હ્યુમન ટ્રાયલ) ના વિવિધ ચરણમાં પહોંચી શકે છે.  ટોચ વૈશ્વિક વિશેષજ્ઞોએ ગુરૂવારે કઠોર માનકોની આવશ્યકતા પર જોર આપ્યુ.  ઑકસફર્ડ દ્વારા વિકસિત વૈક્સીન હ્યુમન ટ્રાયલના 
ત્રીજા ચરણમાં છે. 
 
કોવિડ -19 વૈક્સીન સૌ પ્રથમ કોને ?
દેશના નીતિ નિર્માતાઓ સક્રિયપણે એ લોકોના સમૂહની ઓળખ કરવા માટે વિચાર વિમર્શ કરી રહ્યા છે  જેને વિકસિત થતા કોવિડ-19 રસી સૌ પહેલા પીવડાવવામાં આવશે.  કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે આ અંગે કોઇ અંતિમ નિર્ણય લેવાયો નથી. પરંતુ તેમણે સાથો સાથ ઇશારો ચોક્કસ કરી દીધો કે પ્રાથમિકતા હેલ્થ વર્કર્સને મળી શકે છે. ભૂષણે કહ્યું કે સરકારની બહાર એ વાત પર સહમતિ બની રહી છે કે હેલ્થકેયર વર્કર્સનો દાવો સૌથી વધુ બને છે. તેમણે કહ્યું કે તેના પરથી એ પણ જોવા મળશે કે સમાજ અને દેશ કામના વખાણ કરે છે જે આ ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર્સે કર્યું છે અને તેનાથી હેલ્થવર્કર્સની શોર્ટેજ પણ થશે નહીં.
 
તેમણે કહ્યુ કે હાલ આ પ્રશ્ન પર મંથન કરી રહ્યા છે અને હાલ અમે આ મુદ્દા પર કોઈ અંતિમ સ્થિતિમાં પહોંચ્યા નથી કે પ્રાથમિકતાની યાદીમાં કોણ કોણ હશે. સ્વાસ્થ્ય કર્મચારીઓ પછી કોણ આવશે અને પછી તેમના બાદ કોણ આવશે.  તેમણે કહ્યુ કે વિચાર-વિમર્શ આ વાત પર છે કે શુ આ સમૂહ વડીલ લોકોનુ હશે કે અથવા આ એ લોકો હશે જેમને પહેલાથી જ અનેક બીમારીઓ છે. કે પછી શુ તેઓ નબળા સામાજિક આર્થિક સ્થિતિવાળા લોકો હશે જેમની લાંબા સમય સુધી ગરીબી અને કુપોષણને કારણે પ્રતિરક્ષા ક્ષમતા નબળી થઈ ગઈ છે. 
 
ઓક્સફોર્ડની વૈક્સીને વાંદરા પર કરી કમાલ 
 
ઑક્સફોર્ડ યૂનિવર્સિટીની રસીનુ વાંદરાઓ પર પરીક્ષણ રહ્યુ છે. રસી લગાવ્યા પછી વાંદરામાં પ્રતિરોધક ક્ષમતા પેદા થઈ અને તેમા વાયરસનો પ્રભાવ પણ ઓછો થયો. 
 
મેડિકલ જર્નલ નેચરમાં પ્રકાશિત અભ્યાસમાં આ માહિતી આપવામાં આવી. અમેરિકાના રાષ્ટ્રીય એલર્જી અને સંક્રમક રોગ સંસ્થાનના શોધકર્તાઓ અને ઑક્સફોર્ડે જોયુ કે વૈક્સીન એટલે કે રસી વાંદરાઓને કોવિડ-19થી થનારી ઘાતક નિમોનિયાથી બચવામાં સફળ રહ્યુ 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર