કોરોના વાયરસ સામે લડવામાં સફળ અને સુરક્ષિત રહી ઑક્સફર્ડની વૈક્સીન, હવે આગામી phaseમાં પહોંચી

સોમવાર, 20 જુલાઈ 2020 (21:08 IST)
કોરોના વાયરસ વૈક્સીનની રેસમાં ચાલી રહેલ ઓક્સફર્ડ યૂનિવર્સિટીના વોલિયેંટર્સ પર કરવામાં આવેલ પ્રથમ ટ્રાયલનુ પરીણામ સોમવારે  The Lancet પત્રિકામાં છાપવામાં આવ્યુ. રિસર્ચ પેપરમાં બતાવવામાં આવ્યુ છે કે વાયરલ વેક્ટરથી બનેલ  કોરોના વાયરસ વૈક્સીન ChAdOx1 nCoV-19 આપવામાં આવતા વાયરસ વિરુદ્ધ પ્રતિરોધક ક્ષમતા જોવા મળી. સાથે તેને સુરક્ષિત પણ બતાવવામાં આવી. આ સાથે જ હવે આગામી ચરણના ટ્રાયલ માટે પણ ઓકે કરી દેવામાં આવ્યા છે. 
 
ગંભીર સાઈડ ઈફેક્ટ્સ નથી 
 
રિસર્ચ પેપરમાં જણાવાયું છે કે રસીમાં ઉપયોગમાં લેવાતા વાયરલ વેક્ટરમાં સાર્સ-સીવી -2 નું સ્પાઇક પ્રોટીન હોય છે. બીજા તબક્કાના 1/2 માં 5 સ્થાનો પર 18-55 વર્ષની વયના લોકો પર રસી ટ્રાયલ કરવામાં આવી. 56-દિવસીય ચાલેલી સુનાવણીમાં 23 મી એપ્રિલથી 21 મેની વચ્ચે, જે લોકોને વૈક્સીન આપવામાં આવી તેમને માથાનો દુખાવો, તાવ, શરીરમાં દુ:ખાવો જેવી ફરિયાદો પેરાસીટામોલથી ઠીક થઈ ગઈ. વધુ સાઈડ ઈફેક્ટ્સ થઈ નથી. 
 
એંટીબોડી T-cell મળ્યા 
 
પેપરમાં આગળ બતાવ્યુ છે કે 14 દિવસ પછી સ્પાઇક પ્રોટીનને ઓળખનારા T-cell જોવા મળ્યાં હતાં. 28 માં દિવસે આ પ્રોટીન સામે લડવા માટે એન્ટિબોડી (lgG) પણ જોવા મળી હતી, જે બીજો ડોઝ આપતા વધી ગઈ. . 35 માંથી 32 લોકોમાં વાયરસ પર એક્શન કરનારી એંટીબોડી પ્રથમ ડોઝ પછી જોવા મળી. બીજો ડોઝ આપ્યા પછી બધા વોલિએંટર્સમાં ન્યુટ્રીલાઈઝ કરનારી એંટીબોડીની એક્ટીવીટી જોવા મળી. 
 
આગામી ચરણ માટે સુરક્ષિત
 
આ સાથે જ એ પણ કહેવામાં આવ્યુ છે કે  ChAdOx1 nCoV-19 ના પરિણામો સુરક્ષા માનકો મુજબ છે અને એંટીબોડી રિસ્પોંસ પણ પેદા કરી રહી છે.  આ પરિણામ હ્યૂમરલ અને સેલ્યુલર રિસ્પૉન્સ સાથે મળીને આ વૈક્સીનને મોટા સ્તર પર ત્રીજા ફેજના ટ્રાયલ માટે કૈડીડેટ થવાનો સપોર્ટ કરે છે. ઑક્સફર્ડની ટીમ આ વૈક્સીન પર બ્રિટનની ફાર્માસૂટિકલ કંપની AstraZeneca ની સાથે મળીને કામ કરી રહી છે.  Astrazeneca વૈક્સીન માટે એક ઈંટરનેશનલ સપ્લાય ચેન તૈયાર કરી રહી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર