એકના ડબલ કરવાની લાલચમાં લોકોએ પરસેવાની કમાણી લગાવી, આરોપીએ લગાવ્યો લાખોનો ચૂનો

શુક્રવાર, 9 જુલાઈ 2021 (11:09 IST)
પૈસાને ડબલ કરવાની સ્કીમની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. અહી છેતરપિંડી રોયલ વ્યૂ એકે ગ્રુપ નામની કંપની તરફથી કરવામાં આવી છે. લોકોએ સમજ્યા વિચાર્યા વિના આ સ્કીમમાં ફસાઇને લાખો રૂપિયાનું રોકાણ કરી દીધું. ત્યારબાદ આ કંપની ઓફિસમાં તાળું લગાવીને ફરાર થઇ ગઇ. 
 
છેતરપિંડી વિશે જાણવા મળતાં બુધવારે 15 લોકોએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ આ કેસની તપાસ ઇકોનોમિક સેલને સોંપવામાં આવી છે. લોકોના અનુસાર કંપની તરફથી ઘણા બધી લોભામણી ઓફર આપવામાં આવી છે. ફક્ત પૈસા ડબલ નહી થાઇલેંડ અને બેંકોક ટૂરની પણ લાલચ આપી હતી. 
 
રોયલ વ્યૂના સંચાલક અલ્પેશ કીડેચાએ લેસ-પટ્તીનું કામ કરનારથી માંડીને અલગ અલગ મજૂરો અને કર્મચારીઓને પૈસા ડબલ કરવાની લાલચ આપી પોતાની જાળમાં ફસાવ્યા હતા. ઘણા લોકોએ પોતાની મહેનતની કમાણી તેમાં ઇન્વેસ્ટ પણ કરી દીધી હતી. લોકોને કોઇ શક ન જાય એટલા માટે યોગી ચોકમાં એક ઓફિસ પણ ખોલવામાં આવી હતી. હવે ઓફિસ બંધ થયા બાદ લોકોને છેતરપિંડીનો અહેસાસ થઇ રહ્યો છે. 
 
ફરિયાદીએ જણાવ્યું હતું હતું કે આરોપી લોકો પાસેથી 100000 થી માંડીને 500000 રૂપિયાનું રોકાણ કરવાનું કહેતો હતો. જેટલી મોટી રકમ જમા કરાવશો એટલો વધુ ફાયદો થશે. સ્કીમ પૈસા ડબલ કરવાથી માંડીને અને ઘણા પ્રકારની હતી.
 
કેટલાક લોકોએ શરૂઆતમાં1 થી 2 મહિના પૈસા પરત પણ આપ્યા હતા. તેનાથી લોકોનો વિશ્વાસ વધી ગયો અને ઘણા લોકોએ પોતાની ઓળખાણથી પણ પૈસા જમા કરાવ્યા હતા. ફરિયાદ કરનાર 15 લોકોના અનુસાર 34 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. 
 
આરોપી લોકોને લાલચ આપવા માટે પોતાના વર્ચસ્વનો દેખાવ કરવા માટે અવનવા અખતરા કરતો હતો. તે શહેરની અલગ-અલગ હોટલોમાં અથવા પછી શહેરની બહાર મોટી જગ્યા પર છોકરીઓ દ્વારા રોકાણની જાણકારી અપાવતો હતો. તેની પાછળ પણ ખૂબ મોટો ખર્ચ કરતો હતો. તેનાથી લોકોને તેના પર વિશ્વાસ વધી ગયો હતો. તેના લીધે પહેલાં રોકાણ કરી ચૂકેલા લોકો પોતાના સંબંધીઓ પાસેથી પણ રોકાણ કરાવ્યું અને હવે બધાના પૈસા ફસાઇ ગયા. 
 
21 જાન્યુઆરીના રોજ નિલેશ બાબૂ પોતાની ગંગાણીએ અંકલેશ્વરની એક હોટલમાં આત્મહત્યા કરી લીધી હતી. તેમના ભાઇ હરેશ ગંગાણીએ કહ્યું હતું કે જ્યારે મોબાઇલ ચેક તો તેના પર સુસાઇડ નોટ મળી. તેમાં લખવામાં આવ્યું હતું કે 19 લાખ રૂપિયા રોયલ વ્યૂ એકે કંપનીના માલિક અલ્પેશની પાસેથી લેવાના છે, પરંતુ આપવાની ના પાડે છે. એટલા માટે આત્મહત્યા કરી રહ્યો છું. ઘણીવાર અંકલેશ્વર પોલીસમાં ફરિયાદ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ત્યાં તેમનું કોઇએ સાંભળ્યું નહી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર