ભાવનગર ડમીકાંડમાં કોર્ટે આરોપીઓના 7 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

રવિવાર, 16 એપ્રિલ 2023 (13:14 IST)
ભાવનગરના ડમીકાંડમાં ઝડપાયેલા ચાર શખ્સોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં જેમાં આરોપીઓના સાત દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે. તમને જણાવી દઈએ કે,  ડમીકાંડમાં LCBના ઇન્ચાર્જ PI દ્વારા 36 શખ્સો સામે ગુનો નોંધાયો છે.ડમીકાંડના ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરવામાં આવતા કોર્ટે રજૂ કરાયેલા આરોપીના 22 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જે ચાર આરોપીઓની પૂછપરછ માટે પોલીસે રિમાન્ડની માગ કરી હતી.  ડમીકાંડમાં ઝડપાયેલા 4 આરોપીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. આરોપી શરદ પનોતે પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેમાં ગુજરાત HCના પ્યૂનની પરીક્ષાનું પેપર ફોડનારા વ્યક્તિની તેમજ પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડનાર લોકોને પણ પનોતે ઓળખે છે. આરોપીઓ ભરતી પરીક્ષામાં ડમી ઉમેદવારોની વ્યવસ્થા કરતા હતા. રૂપિયા લઈને ડમી ઉમેદવારોને પરીક્ષામાં બેસાડતા હતાં. ઉમેદવારો પાસેથી મોટી રકમ પણ લેવામાં આવતી હતી. ઉમેદવારોના સ્થાને ડમી ઉમેદવારોને બેસાડવામાં આવતા હતા અને હોશિયાર વિદ્યાર્થીઓને પરીક્ષાર્થીના સ્થાને આરોપી બેસાડતા હતા. શરદ પનોતની ડમી ઉમેદવાર કાંડમાં મહત્વની ભૂમિકા સામે આવી છે.અન્ય આરોપીઓ રૂપિયાની લાલચે શરદ પનોતની મદદ કરતા હતા. કોમ્પ્યુટરમાં પરીક્ષાર્થીનો ફોટો બદલી દેવામાં આવતો હતો. ડમીકાંડની તપાસમાં વધુ આરોપીની સંડોવણીનો પર્દાફાશ થઈ શકે છે. હજુ વધારે પરીક્ષાર્થીઓને ડમીકાંડમાં પાસ કરાવ્યા હોવાની આશંકા વર્તાઈ રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર