અમદાવાદ-ભાવનગર રોડ 12 ડિસેમ્બર સુધી બંધ

શુક્રવાર, 14 એપ્રિલ 2023 (11:48 IST)
Ahmedabad-Bhavnagar road closed till December 12- ભાવનગર અમદાવાદનો શોર્ટ રૂટ બંધ આ હૂકમ તા.14 એપ્રિલ, 2023થી તા.12 ડિસેમ્બર, 2023 સુધી અમલમાં રહેશે. રોડને નેશનલ હાઇ-વેના ડેવલપેમન્ટના હેતુથી ભાવનગરથી અમદાવાદ જતા બધા વાહનો વલ્લભીપુર, બરવાળા, ધંધુકા અને બગોદરા થઇને જઇ શકાશે તેમ જાહેરનામામાં જણાવાયું છે. 
 
4 લેઇન એક્સપ્રેસ-વે નિર્માણ કાર્યને લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અમદાવાદ દ્વારા જાહેરનામું બહાર પાડી આગામી 12 ડિસેમ્બર 2023 સુધી કરાયો બંધ ભાવનગરથી અમદાવાદ -વડોદરા જવા માટે વલ્લભીપુર-ધંધુકા-ફેદરા થઈ જઈ શકાશે
 
 ભાવનગર મુસાફરી માટે ટ્રાફિક વિભાગ દ્વારા બહાર પાડેલી માહિતી અનુસાર, હાલ ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વેનું કામકાજ ચાલી રહ્યુઁ છે. જેને પગલે ભાવનગરથી અમદાવાદ જતા તમામ પ્રકારના વાહનોનો રુટ ડાયવર્ટ કરાયો છે. આ જાહેરનામુ આગામી 12 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર