ગુજરાતમાં કોરોનાના કેસથી મળી રાહત, આજે નોંધાયા 2909 કેસ, 21 ના મોત

સોમવાર, 7 ફેબ્રુઆરી 2022 (22:03 IST)
ગુજરાતમાં આજથી શાળાઓ ખુલી ગઈ છે. વાલીઓને થોડી ચિંતા તો થઈ હશે પરંતુ કોરોનાના રોજ ઘટી રહેલા આંકડાથી રાહતનો શ્વાસ પણ લીધો હશે. આજે 24 કલાકમાં 2,909 કેસ કોરોના પોઝિટિવ આવ્યા જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 928 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 90 કેસ તો રાજકોટ શહેરમાં 108 કેસ, વડોદરા શહેરમાં 462 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 131 કેસ, ભાવનગર શહેરમાં 27 કેસ સામે આવ્યા છે.  ફેબ્રુઆરીની 15 તારીખ પછી ગુજરાતમાં કોરોના એકદમ શાંત પડશે તેવુ નિષ્ણાતોનુ માનવુ છે. 
 
આજે  21 દર્દીના મોત થયા છે. જેમા  અમદાવાદ શહેરમાં 6, વડોદરા શહેરમાં 4 મોત થયાં છે. જ્યારે સુરત શહેરમાં 2 મોત નોઁધાયા છે. તો ગાંધીનગર શહેર, સુરત, અમદાવાદ, વલસાડ, અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા અને જામનગર જિલ્લામાં 1-1 મોત નોઁધાયું છે. 5 જિલ્લા અને 5 મહાનગરમાં મોત નોઁધાયા છે. જ્યારે 26 જિલ્લા અને 3 મહાનગરમાં એકપણ મોત થયું નથી.  રાજ્યનો રિકવરી રેટ વધીને 95.90 ટકા થઈ ગયો છે.
 
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 3 હજાર 150ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 688 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 11 લાખ 53 હજાર 818 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 38 હજાર 644 એક્ટિવ કેસ છે, જેમાંથી 215 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 38 હજાર 429 દર્દીની હાલત સ્થિર છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર