ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ-એપ્રિલમાં લેવાયેલી ધો.10 અને 12 ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા બાદ ધો.10 માં બે વિષયમાં નાપાસ અને ધો.12 સાયન્સમાં બે વિષયમાં તેમજ ધો.12 સા.પ્ર.માં એક વિષયમાં નાપાસ વિદ્યાર્થી માટે પુરક પરીક્ષામા લેવામા આવે છે. જે આવતીકાલે 18 થી શરૂ થનાર છે. રાજ્યના મુખ્ય જિલ્લા કેન્દ્રો પર આ પરીક્ષાઓ લેવાશે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરીક્ષાના કાર્યક્રમ મુજબ આવતીકાલે 18મીએ ધો.12 સાયન્સમાં ગણિત, બાયોલોજી વિષયની પરીક્ષા અને ધો.10 માં બેઝિક ગણિત તેમજ પ્રથમ ભાષાના વિષયની પરીક્ષા લેવાશે.