કોરોનાની રસી લીધા બાદ મીડિયા સાથે વાતચીત કરતાં મુખ્યમંત્રીએ કહ્યુ હતું કે,કોરોનાથી બચવા માટે વેકિસન જ અમોધ શસ્ત્ર છે જે આપણને મળ્યુ છે ત્યારે હાલ રાજયમા ૪૫ વર્ષથી ઉપરના વ્યકિતઓ માટે ચાલી રહેલ અને આગામી તા.૧લી મે-૨૦૨૧ થી 18 વર્ષથી ઉપરના તમામ યુવાઓ માટે શરૂ થનાર રસીકરણ કાર્યક્રમમાં સો યુવાઓ-નાગરિકોને રસી લેવા અનુરોધ કર્યો હતો.
તેમણે ઉમેર્યુ હતું કે,પ્રવર્તમાન સંજોગોમા બીજુ સંક્રમણ વધુ વ્યાપક છે અને સંક્રમણ ઝડપથી પ્રસરે છે ત્યારે વેકિસન જ અમોધ શસ્ત્ર પુરવાર થશે એટલે 45 વર્ષથી ઉપરના તમામ નાગરિકો અને જે લોકોને કોરોના થઈ ગયો હોય તેઓ એ પણ ડૉકટરની સલાહ મુજબ વેકિસનના બંન્ને ડોઝ લઈ લેવા તેમણે અપીલ કરી છે.