વડોદરાની ત્રણ શાળામાં બોમ્બ મૂક્યાની ધમકી, નવરચના સ્કૂલમાં સર્ચ ઓપરેશન શરૂ

શુક્રવાર, 24 જાન્યુઆરી 2025 (08:56 IST)
વડોદરાની ત્રણ શાળામાં બોમ્બ મૂક્યાની ધમકી, નવરચના સ્કૂલમાં સર્ચ ઓપરેશન શરૂ

વડોદરાની એક શાળાને ધમકી ભર્યો ઈમેલ મળતા દોડધામ મચી જવા પામી હતી. ત્યારે સ્કૂલમાં બોંબ હોવાનો ઈમેલ મળતા તાત્કાલીક પોલીસને જાણ કરતા વડોદરા પોલીસ દ્વારા તાત્કાલીક સ્કૂલ ખાતે પહોંચી તપાસ શરૂ કરી છે.
 
 
મળતી માહિતી મુજબ વડોદરાની ભાયલી વિસ્તારની સ્કૂલનાં નવરચના સ્કૂલના પ્રિન્સિપાલને ધમકી ભર્યો મેલ મળતા સ્કૂલમાં લોકોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. ઈમેલ મળતાની સાથે જ સ્કૂલનું વહીવટી તંત્ર સહિત પોલીસ તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર