કેબિનેટ બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો

બુધવાર, 2 ફેબ્રુઆરી 2022 (17:57 IST)
ઘઉ-ચોખા, તુવેરદાળ, ખાંડ, મીઠું અને ખાદ્યતેલના વેચાણ પર વ્યાજબી ભાવની દુકાન સંચાલકોના કમિશનમાં રૂ. 1.92થી 125 સુધી વધારો
“રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-2013” હેઠળ સમાવિષ્ટ 70 લાખ કુટુંબોને દર માસે રૂ. 50માં 1 કિલો તુવેરદાળ મળશે

ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનું આયોજન કરાયુ. તેમાં પાંચ નદીને જોડાણને કેન્દ્રની મોદી સરકારે મંજૂરી આપી, 10 હજાર કરોડ વપરાશે. નદી જોડાણ યોજના સહિત ચણા, તુવેરદાળ અને રાયડાની ખરીદીની થઈ જાહેરાત. 
 
આ નદી કનેક્ટિવિટી માટે 10 હજાર કરોડ રૂપિયા ખર્ચાશે તેની માહિતી આપતા જણાવ્યું હતું કે ખેડૂતોને આ આયોજનથી ખૂબ જ લાભ થશે બારેમાસ સિંચાઇ માટે પાણી મળી રહેશે જેથી ખેડૂતો દરેક સિઝનમાં પાક લઈ આવક પણ ડબલ કરી શકશે.

 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર