કંપનીની સબસીડી ચિરૉન બેહરિંગ વૈક્સીસમાં ઉત્પાદન શરૂ કરશે
ભારત બાયોટેકની કો-ફાઉંડર અને જેએમડી સુચિત્રા એલ્લાએ ટ્વીટ કરી માહિતી આપી છે કે અંકલેશ્વર સ્થિત કંપનીની સહાયક કંપની ચિરૉન બેહરિંગ વૈક્સીસમાં પણ વેક્સીનનુ પ્રોડક્શન શરૂ કરવામાં આવી રહ્યુ છે. વૈક્સીનના ફોર્મ્યુલેશન અને પૈકિંગની પ્રક્રિયા જૂનના પહેલા સપ્તાહથી શરૂ થઈ શકે છે.
હાલમાં હૈદરાબાદ અને બેંગલુરુમાં મોટે પાયે વેક્સિનનું ઉત્પાદન કરાઈ રહ્યું છે. દેશમાં વેક્સિનની મોટી માંગના કારણે હવે અંકલેશ્વરમાં પણ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે. અંકલેશ્વરસ્થિત સબસિડરી Chiron Behring Vaccines ની વાર્ષિક 200 મિલિયન ડોઝ ઉત્પાદનક્ષમતા છે. યુનિટ એના રેબિટ્સની વેક્સિનના ઉત્પાદનને અટકાવી કોરોના વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે.