કથાકાર ભૂપેન્દ્રભાઈ પંડયા અમદાવાદમાં યોજશે વર્ચ્યુઅલ શ્રીમદ્ ભગવદ ગીતા કથા

મંગળવાર, 24 નવેમ્બર 2020 (15:44 IST)
કેડિલા ફાર્માના સ્થાપક ઈન્દ્રવદન મોદી અને  શીલાબેન મોદીની પુણ્યસ્મૃતિમાં યોજાતી ભગવદ ગીતા કથા “ગીતા જીવન સંહિતા”ની સાતમી કથા આ વર્ષે તા.24 થી30 નવેમ્બર દરમ્યાન યોજાઈ રહી છે. વ્યાસપીઠ પરથી પ્રસિધ્ધ કથાકાર પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડયા તેમની અમૃતવાણી દ્વારા ભગવાન શ્રી  કૃષ્ણનો સાર્વત્રિક સંદેશ રજૂ કરશે.
 
આ સત્રનો મૂળભૂત ઉદ્દેશ્ય ભગવાન શ્રી કૃષ્ણના સંદેશને સમાજના બહોળા વર્ગ સુધી પહોચાડવાનો  છે. ઉપરાંત, હાલ આપણે જ્યારે કોરોના મહામારીના કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ, ત્યારે ગીતાનો આધ્યાત્મિક સંદેશ  આપણી  એકંદર માનસિક સુખાકારીમાં પણ મહત્વનો ભાગ ભજવી શકે છે.
 
આ વાર્ષિક કથા છેલ્લા સાત વર્ષથી સામાન્ય રીતે અમદાવાદમાં યોજવામાં આવે છે. પરંતુ કોવિડ-19 ની પરિસ્થિતિને કારણે આ કથા આ વર્ષે વર્ચ્યુઅલ ઈવેન્ટ બની રહેશે. આ કથાનુ તમામ સાતેય દિવસ સાંજે 4-00થી 7-00 દરમિયાન આસ્થા ચેનલ ઉપર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર