કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર સમક્ષ આવતીકાલે તારીખ 25મીના રોજ યોજાઇ રહેલી 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇંડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદ્ધઘાટન કરવામાં આવશે. જેના ભાગરૂપે રાષ્ટ્રપતિ ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ વૈકયાનાયડુની પણ કોન્ફરન્સમાં વિશેષ ઉપસ્થિતી રહેશે.
ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનું આજે સાંજે વડોદરા એરપોર્ટ ખાતે આગમન થશે. વડોદરા એરપોર્ટ ખાતે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મેયર જીગીશાબેન શેઠ, કલેકટર શાલિની અગ્રવાલ તથા શહેર પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટ તેઓને આવકારશે. ત્યારબાદ તેઓ તુરંત જ 16:45 કલાકે હવાઈ માર્ગે કેવડિયા જવા રવાના થશે.
આ પરિષદના ઇતિહાસમાં પ્રથમ ઘટનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમાપન સત્રમાં ઓનલાઇન પ્રવચન આપશે. તેમણે પ્રશાસન સાથેની બેઠકમાં આ પરિષદમાં ભાગ લઈ રહેલા મહેમાનોના માધ્યમથી દેશને સ્ટેચ્યુ ઓફ યુનિટીની અને અન્ય સંખ્યાબંધ આકર્ષણોની દર્ષનીયતાનો સંદેશ દેશને મળે એ પ્રકારની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાનો અનુરોધ કર્યો હતો.