બેંક કર્મચારીઓની હડતાળ - અમદાવાદમાં કર્મચારીઓ સુત્રોચ્ચાર સાથે હડતાળમાં જોડાયા
બુધવાર, 30 મે 2018 (12:14 IST)
પગાર વધારા સહિતની અન્ય પડતર માંગણીઓના ટેકામાં આજે રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યાં છે. ત્યારે અમદાવાદમાં પણ રેલી કાઢીને કર્મચારીઓએ હડતાળને સમર્થન આપ્યુ હતું. 30 અને 31 મેના રોજ બેંકોની હડતાળને કારણે અંદાજે રૂ. 15 હજારથી વધુ રકમના ચેકોનું ક્લિયરિંગ ઠપ થઈ જશે. બેંક કર્મીઓ પોતાની માંગણી સાથે સરકારના છાજીયા લીધા હતા.રાજ્યની આર્થિક રાજધાની અમદાવાદ ખાતે લાલ દરવાજા સ્થિત ઈંદુચાચાની પ્રતિમાથી બેંક કર્મીઓએ રેલી કાઢી હતી.
રેલી ગાંધી આશ્રમ સુધી જઈને ત્યાં સભાના રૂપમાં ફેરવાશે. તેમાં બેંક કર્મીઓ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવીને રાષ્ટ્રીયકૃત બેંકો સામે વિરોધ નોંધાવ્યો હતો.મહાગુજરાત બેંક એમ્પ્લોઇઝ એસો.ના જનરલ સેક્રેટરી જનક રાવલે કહ્યું કે, પગાર વધારા સહિતની માંગણીઓ નવેમ્બર, 2017માં સરકાર સમક્ષ રજૂ કરાઈ હતી અને તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. આ મુદ્દે કેન્દ્ર સરકાર અને બેંક એસોસિએશનો વચ્ચે દિલ્હીમાં યોજાયેલી મંત્રણા પડી ભાંગતા બે દિવસની હડતાળ પાડવામાં આવશે. રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા અપાયેલી કરોડોની લોનની રકમ ફસાયેલી છે. બેંકોની આર્થિક સ્થિતિ નબળી છે અને તેને ધ્યાનમાં લેતાં કર્મચારીઓને ફક્ત 2 ટકાનો પગાર વધારો આપી શકાય તેમ છે. આમ એસો.ના હોદ્દેદારો સંમત ન થતાં બુધવારથી બે દિવસ માટે બેંક કર્મીઓ કામકાજથી અળગા રહેશે.ALSO READ: 16 દિવસ પછી પેટ્રોલ-ડિઝલના ભાવમાં મળી રાહત...જાણો કેટલી