AIIMSની પ્રવેશ પરીક્ષામાં દેશના ટોપ ૧૦૦ રેન્કમાં ગુજરાતના ૪ વિદ્યાર્થી

મંગળવાર, 19 જૂન 2018 (11:51 IST)
ધો.૧૨ સાયન્સ પછીના એમબીબીએસ અભ્યાસક્રમની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ મેડિકલ સાયન્સની પ્રવેશ પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયુ છે.જેમાં દેશના ટોપ ૧૦૦ ઓલ ઈન્ડિયા રેન્કમાં ગુજરાતના ૪ વિદ્યાર્થીએ બાજી મારી છે.મહત્વનું છે કે ગત વર્ષ કરતા રેન્કર વધ્યા છે પરંતુ પરિણામ ઘટયુ છે.ગુજરાત સહિત દેશભરમાંથી આ વર્ષે ઘણા ઓછા વિદ્યાર્થીઓ ક્વોલિફાઈ થયા છે. જો કે ૮૦૭ બેઠકો સામે આ વર્ષે દેશભરમાં ૨૬૪૯ વિદ્યાર્થીઓ ક્વોલીફાઈ થયા છે. દેશમાં અગાઉ દિલ્હી સહિત શહેરોમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સ હતી ,જેમાં દિલ્હી,ભુવનેશ્વર,ભોપાલ, રૃષિકેશ ,પટના,રાઈપુર અને જોધપુરનો સમાવેશ થાય છે.જ્યારે આ વર્ષે નાગપુર અને ગુંટુર સહિત બે શહેરોમાં નવી એઈમ્સ શરૃ થઈ છે.આમ કુલ ૯ એઈમ્સની મળીને ૮૦૦ બેઠકો છે.જેમાં ટોપ ૭ જુની એઈમ્સમાં ૭૦૦ (સંસ્થા દીઠ ૧૦૦ બેઠક) છે. જ્યારે નવી બે એઈમ્સમાં ૫૦-૫૦ બેઠક છે.૭ બેઠકો વિદેશી વિદ્યાર્થીઓની છે.જે સાથે ૮૦૭ બેઠકો છે.જેમાં પ્રવેશ માટે દેશભરમાં ગત ૨૭-૨૮મી મેના રોજ પ્રવેશ પરીક્ષા લેવાઈ હતી.જેમાં અંદાજે ૨ લાખથી વધુુ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. આજે જાહેર થયેલા પરિણામમાં દેશભરમાંથી ૨૬૪૯ વિદ્યાર્થી ક્વોલીફાઈ થયા છે.જેમાં ગુજરાતમાંથી ૫૦થી વધુ વિદ્યાર્થી હોવનો અંદાજ છે. એઈમ્સના એકંદર પરિણામમાં આ વર્ષે પાસ થનારા વિદ્યાર્થી ઘટયા છે.ગત વર્ષે દેશભરમાંથી ૨.૮૭ લાખ વિદ્યાર્થીમાંથી ૪૯૦૫ વિદ્યાર્થી ક્વોલિફાઈ થયા હતા.આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં હાઈ રેન્કર્સ વધ્યા છે પરંતુ પરિણામ નીચુ રહ્યુ છે અને જેને લીધે કટઓફમાં પણ ઘટાડો કરાયો છે.ગત વર્ષે ક્વોલિફાઈંગ કટઓફ ઓપન કેટેગરીમાં ૯૯ પર્સેન્ટાઈલ હતા જે આ વર્ષે ઘટીને ૯૮.૮૩ થયા છે.ગુજરાતમાંથી આ વર્ષે ટોપ ૧૦૦ રેન્કમાં ૪ વિદ્યાર્થી છે. જેમાં ઓલ ઈન્ડિયા ૫મા રેન્ક સાથે અમદાવાદનો અમિતાભ ચોહાણ ગુજરાતમાં પ્રથમ ક્રમે છે,ઓલ ઈન્ડિયા ૩૨મા રેન્ક સાથે સુરતનો તનુજ પ્રેસવાલા ગુજરાતમાં બીજા ક્રમે છે અને ઓલ ઈન્ડિયા ૩૬મા રેન્ક સાથે અમદાવાદી સ્તુતિ શાહ ગુજરાતમાં ત્રીજા ક્રમે છે ,જ્યારે ઓલ ઈન્ડિયા ૯૬મા રેન્ક સાથે રાજકોટનો વિદ્યાર્થી રુતુધ્વજ સાવલિયા ગુજરાતમાં ચોથા ક્રમે છે.૫૦૦મા રેન્ક સુધીમાં ગુજરાતના ૧૫થી વધુ વિદ્યાર્થી હોવાનો અંદાજ છે.પરિણા બાદ હવે ૩થી૬ જુલાઈ દરમિયાન પ્રથમ કાઉન્સેલિગ રાઉન્ડ થનાર છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર