અટલ બિહારી વાજપેયીની તબિયત પર AIIMS એ રજુ કરી અપડેટ, સ્થિતિ સામાન્ય

સોમવાર, 11 જૂન 2018 (17:24 IST)
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની હાલત હવે સ્થિર છે. દિલ્હી સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન નિદેશક ડો. રણદીપ ગુલેરિયાના નેતૃત્વમાં ડોક્ટરોની એક ટીમ વાજપેયીની તબિયત પર નજર રાખી રહેલ છે. એમ્સ દ્વારા રજુ અપડેટ મુજબ વાજપેયીની વિવિધ તપાસ કરવામાં આવી રહી છે.  એમ્સ દ્વારા રજુ એક નિવેદનમાં કહેવામાં આવ્યુ કે તેમને ડિસ્ચાર્જ કરવા પર હાલ કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો.  વાજયેપીને સોમવારે સવારે ડોક્ટરોની સલાહ પર એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.   ડો. ગુલેરિયા એક પલ્મોનોલોજિસ્ટ છે અને ત્રણ દસકાથી પણ વધુ સમયથી વાજપેયીના પર્સનલ ડોક્ટર છે.  વાજપેયી 1998થી 2004 સુધી પ્રધાનમંત્રી રહ્યા. સ્વાસ્થ્ય ખરાબ થવાને કારણે તેમણે ધીરે ધીરે સાર્વજનિક જીવનથી જુદા રહેવાનુ પસંદ કર્યુ અને છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ પોતાના ઘરમાં જ છે. 
 
93 વર્ષીય વાજપેયી ભારતીય જનતા પાર્ટીના નેતાના રૂપમં 5 વર્ષ પોતાનો કાર્યકાળ પુરા કરનારા પહેલા બિન કોંગ્રેસી પ્રધાનમંત્રી રહ્યા છે. પદ્મ વિભૂષણથી સન્માનિત વાજપેયીને 2015માં દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન પણ મળી ચુક્યો છે. 
 
1996માં વાજપેયી ભારતના 10માં પ્રધાનમંત્રી બન્યા. જોકે 13 દિવસમાં જ તેમની સરકાર પડી ભાંગી. 1998માં ફરીથી લોક્સભા ચૂંટણી થઈ જેમા ભાજપા સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી.  વાજપેયીના નેતૃત્વમાં અનેક રાજનીતિક દળ એક સાથે આવ્યા અને રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન બન્યો. 13 મહિના પછી હવે AIADMK એ સમર્થન પરત લીધુ તો સરકાર ફરી પડી ભાંગી.  જો કે એ પહેલા જ વાજપેયી પોખરણમાં ઐતિહાસિક પરમાણુ પરિક્ષણ કરી પોતાની દ્રઢતાનો પરિચય આપી ચુક્યા હતા.  કારગિલમાં પાકિસ્તાન સાથે યુદ્ધ પણ વાજપેયીના કાર્યકાળમાં જ થયુ હતુ. 
 
કારગિલ યુદ્ધના ઠીક પછી 1999માં થયેલ લોકસભા ચૂંટણીમાં ભાજપા નીત એનડીએ 303 સીટ જીતીને સત્તામાં પરત આવી. આ કાર્યકાળમાં વાજપેયી 5 વર્ષનો કાર્યકાળ પુરો કરનારા પ્રથમ ગેર કોંગ્રેસી પીએમ બન્યા. 2004મની ચૂંટણીમં ભાજપા સત્તામાંથી બહાર થઈ ગઈ પણ વાજપેયી લખનૌથી સંસદ રહ્યા. આરોગ્ય બગડવાથી તેઓ 2009ની લોકસભા ચૂંટણી ન લડી શક્યા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર