ગુજરાત સહિત ભારતભરમાં હોળી ધૂળેટીની રંગચંગે ઉજવણી કરવામાં આવે છે. અમદાવાદી ધૂળેટી માટે અગાઉથી ડીજે અને રેન ડાન્સનું પ્લાનિંગ કરતા હોય છે. જ્યારે શહેરમાં આવેલી ક્લબોમાં પણ આ પ્રકારનું આયોજન થયું હોય છે. ત્યારે અમદાવાદી મનમૂકીને મજા માણે છે. પરંતુ અમદાવાદ શહેરમાં એસજી હાઇવે પર આવેલી કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબ દ્વારા આ પણે ધૂળેટીની ઉજવણી ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ક્લબ સંચાલકોના જણાવ્યા અનુસાર કોરોના હજુ સંપૂર્ણપણે ગયો નથી ભીડ જમા થતાં ફરી વકરી શકે છે. માટે ધૂળેટીની ઉજવણી ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગત વર્ષે પણ કોરોનાના કેસ વધતા કલબોમાં ધૂળેટીની ઉજવણી બંધ રહી હતી. હાલ તો અમદાવાદની સૌથી મોટી બે ક્લબોએ તહેવારની ઉજવણીને લઈને આ નિર્ણય લીધો છે, પરંતુ સુરત, વડોદરા અને રાજકોટની ક્લબોમાં ધુળેટીની ઉજવણી થાય છે કે નહીં.