પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, અમદાવાદ દ્વારા વાહનચાલકોની સગવડતા અર્થે પસંદગીના નંબરોની ફાળવણી માટે ઑનલાઈન ઈ-ઑક્શન કરવામાં આવશે. જેમાં ભાગ લેવા ઈચ્છુક વાહન માલિકોએ આગામી તા.૧૫ થી૧૭ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં ઑનલાઈન એપ્લિકેશન કરી નિયત રકમ ચૂકવવાની રહેશે.
મોટર કારમાં GJ01-WF અને મોટર સાયકલમાં GJ01-VS ની નવી સીરીઝમાંગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરૂ કરવામાં આવનાર છે. આ ઈ-ઑક્શનમાં ભાગ લઈ પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરાવી http://vahan.parivahan.gov.in/fancy પર આગામી તા.૧૫ થી૧૭ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં ઑનલાઈન રજીસ્ટ્રેશન કરાવી બેઈઝ રકમનું પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તા. ૧૮અને ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ ઈ-ઑક્શનનું બિડિંગ યોજાશે.
ફેન્સી નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ http://vahan.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈ સેલ ઇન્વોઇસની તારીખ અથવા વિમાની તારીખ એ બે માંથી જે વહેલું હશે તે તારીખથી સાત દિવસમાં અરજી કરી દેવાની રહેશે. અરજી કરેલ હોયતેવા જ અરજદારો વાહનના સેલ લેટરમાં દર્શાવેલ વેચાણ તારીખથી ૬૦ દિવસના અંદર હરાજીમાં ભાગલેવા અરજી કરી શકશે. નિયત સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.