શેરડી ખેંચવા જતા ટ્રેકટર પલટી મારી ગયું, બે બાળકોના દબાઈ જવાથી મોત

સોમવાર, 7 ફેબ્રુઆરી 2022 (20:03 IST)
ઓલપાડના સરસ રોડ પર શેરડી ભરેલા અને પંચર થયેલા ટ્રેકટરમાંથી બે બાળકો શેરડી ખેંચવા દોડ્યાં હતાં. આ દરમિયાન ટ્રેકટર સેના ખાડી પર પલટી મારી ગયું હતું. જેથી બાળકોના અરેરાટીભર્યા મોત નીપજ્યાં હતાં. જેથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. શેરડીને હટાવી બાળકોના મૃતદેહ બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવી પડી હતી.
બાળકોના મોત થતા સ્થાનિકોનો હોબાળો 
 
ઓલપાના સરસ રોડ પર સેના ખાડી પરથી પંચર થયેલું અને શેરડી ભરેલું ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન ટ્રેક્ટરની સ્પીડ ઓછી હોવાથી લઘુમતિ સમાજના 10 વર્ષની ઉંમરના બે બાળકો શેરડી ખેંચવા દોડ્યાં હતાં. આ દરમિયાન જ કાંઠા સુગરનું ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. જેથી શેરડીની નીચે બન્ને બાળકો દબાઈ ગયા હતાં. બાદમાં તેમના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં.
 
લોકો પણ શેરડીને હટાવવા  દોડી આવ્યાં
 
સેના ખાડી આસપાસના પરા વિસ્તાર નજીક સર્જાયેલી દુર્ઘટનાને લઈને સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયાં હતાં. શેરડી ભરેલા ટ્રેક્ટર નીચે બે બાળકો કચડાઈને મોતને ભેટ્યાં હોવાથી સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. એકઠાં થયેલા લોકોએ હોબાળો પણ ભારે મચાવ્યો હતો.
શેરડીને હટાવવા માટે જેસીબીની મદદ લેવાઈ હતી.
 
અકસ્માતમાં બે બાળકો શેરડી ભરેલા ટ્રેકટરના પલટતાં બન્ને બાળકોને બચાવવા માટે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. જોકે, બાળકોને ઝડપથી બહાર કાઢવા માટે થઈને જેસીબીની મદદ લેવામાં આવી હતી. જો કે બન્ને બાળકોના મોત નીપજ્યાં હતાં. હાલ સમગ્ર ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર