અમદાવાદ વિદ્યાર્થીની મોત પછી લોકોમાં આક્રોશ આજે 200 જેટલા સ્કૂલો બંધ છે
વિદ્યાર્થીનું મોત થતા લોકોમાં ભારે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા પછી મણિનગર, ખોખરા અને ઇસનપુર વિસ્તારમાં શાળા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધમાં આ ત્રણેય વિસ્તારોની 200થી વધુ શાળાઓ જોડાઈ હતી
આસપાસના વિસ્તારોમાં શાળાઓ બંધ રાખી વિસ્તારને બંધનું એલાન આપવામાં આવ્યું હતું. સિંધીબજાર પણ સંપૂર્ણપણે બંધ રહ્યું હતું.
આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ છે. વિદ્યાર્થીની હત્યા બાદ આ વાલીઓમાં ઘણો જ આક્રોશ છે કે, શાળાના પ્રિન્સિપાલ કે મેનેજમેન્ટમાંથી કોઈપણ ન તો પીડિત પરિવાર સાથે મુલાકાત કરી રહ્યા છે કે ન તો કોઇ પણ પ્રકારે જવાબ આપી રહ્યા છે.