અમદાવાદની માતાને જર્મન સરકારનો કડવો અનુભવ, 17 મહિનાની દીકરી માટે કઠોર સંઘર્ષ

ગુરુવાર, 21 જુલાઈ 2022 (11:31 IST)
અમદાવાદની એક પરણીતાને જર્મન સરકારનો એવો કડવો અનુભવ થયો કે હવે ન્યાય માટે ગુજરાત સરકારને મદદ માટે અપીલ કરી રહી છે. ઘટના અંગે વાત કરીએ તો મૂળ ગુજરાતની ધારા શાહ લગ્ન કરી જર્મનીમાં પોતાના પતિ સાથે રહેતી હતી અને ધારા શાહની 17 મહિનાની દીકરી જર્મન પ્રોટેક્શન ઓથોરિટીએ કબજો મેળવી લીધો છે. કારણ એ જ કે બાળકીની માતા ધારા શાહને એક વાર દિકરીને પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નિકળ્યું હોવાથી હોસ્પિટલે લઈ ગયા.

તે દરમ્યાન જર્મનીની હોસ્પિટલના સત્તાવાળાઓએ પહેલા તો નોર્મલ છે તેવું કહી ઈલાજની પણ ના પાડી.બીજી વાર દીકરીને લઈ ગયા તો હોસ્પિટલવાળાએ ચાઈલ્ડ પ્રોટેક્શન સત્તાવાળાઓને રિપોર્ટ કર્યો. બસ ત્યારથી આ દીકરી જર્મન ચાઈલ્ડ પ્રોટેક્શન ઓથોરિટીના કબજામાં છે. અને પોતાની 17 મહિનાની બાળકીને જર્મન સરકાર પાસેથી મેળવવા માટે સંઘર્ષ કરવાનો વારો આવ્યો છે. એટલું જ નહી પણ બાળકીને પરત મેળવવા માટે ગુજરાતની ધારા અને તેના પતિ 10 મહિનાથી ઠોકરો ખાઈ રહ્યા છે.

ધારાશાહના બહેન ભાઈ અને માતા પિતાએ પણ ગુજરાત સરકારના મંત્રીઓને મળી બાળકીનો કબજો અપવાવા મદદ માંગી રહ્યા છે.આ પરિવાર વિશે જાણવા મળી રહ્યું છે કે, ધારાબહેનનો પરિવાર શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહે છે. તેમણે મુંબઈ સ્થિત ભાવેશ શાહ સાથે લગ્ન કર્યા છે. ધારાબહેનના પતિ ભાવેશ સોફ્ટવેર એન્જિનિયર હોવાથી તેઓ બર્લિનની આઈટી કંપનીમાં નોકરી કરે છે. ત્યાર બાદ આ દંપતી ઓગસ્ટ 2018માં બર્લિનમાં સ્થાયી થયા હતા અને ત્યાર બાદ ફેબ્રુઆરી 2021માં દીકરીના માતા-પિતા બન્યા હતા.બીજી બાજુ 17 મહિનાની બાળકીનો પાસપોર્ટ પણ હાલ જર્મન સરકારના કબજામાં છે, જેથી કપલને એવી ચિંતા સતાવી રહી છે કે જો કાયદાકીય લડાઈ લાંબી ચાલી તો બાળકી ભારતીય કલ્ચર સાથેનો સંપર્ક ગુમાવી બેસશે. તેમજ બાળકીની કસ્ટડી મેળવવામાં મોડું થયું તો તે માતૃભાષા બોલવાને બદલે વિદેશી ભાષાને માતૃભાષા માની બેસશે. તેમની દીકરી જર્મનીનું કલ્ચર અને ખાનપાન અપનાવી લેશે તો તે ભારતીય માહોલમાં ઢળી નહીં શકે. આ અંગે ભાવેશ શાહ અને ધારાબહેને વિદેશ મંત્રાલયને વિવિધ સંસ્થાઓ મારફતે પત્ર પણ લખીને બાળકીની કસ્ટડી ભારતમાં રહેતા તેમના કોઈ સંબંધીને જલ્દીથી જલ્દી સોંપવામાં આવે તેવી માંગ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર