AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનું ટ્વિટ, ભાવનગર પોલીસે મારી ધરપકડ કરી, જામીન મળ્યા

મંગળવાર, 20 ડિસેમ્બર 2022 (15:34 IST)
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આજે ટ્વિટ કરીને તેમની ધરપકડ થઈ હોવાનું જણાવ્યું હતું, ભાવનગર પોલીસે ગોોપાલ ઈટાલિયાની ધરપકડ કરી છે. બે માસ અગાઉ દ્વારકામાં ભાષણમાં કૃષ્ણ ભગવાન વિશે ટીપ્પણી પર ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે જામીન પર ગોપાલ ઈટાલિયાને મુક્ત કર્યા હતાં. ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ ભાજપને પૂર્ણ બહુમત આપતાં જ નવી સરકારે કામ કરવાનું ચાલુ કરી દીધું છે.

ભાવનગર પોલીસે આજે મારી ધરપકડ કરી છે. ગઈકાલે મારી દાદીમાનું નિધન થયું છે, મારો સમગ્ર પરિવાર દુઃખી છે પરંતુ ભાજપે મને એરેસ્ટ કરી લીધો છે. કદાચ આ જ કામ માટે ભાજપને બહુ મત મળ્યો હશે. દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે, અમને એક વર્ષમાં પંજાબ મળ્યું, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ચૂંટણી પણ અમે જીતી, ગોવામાં 2 ધારાસભ્યો અને ગુજરાતમાં 14 ટકા વોટ શેર સાથે અમારા 5 ધારાસભ્યો બન્યા.અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘ગુજરાતમાં મળેલી સફળતા સંદર્ભે એક વ્યક્તિએ કહ્યું કે, ગાયનું દૂધ તો કોઈપણ નિકાળી શકે છે, જોકે અમે બળદનું દુધ નિકાળ્યું.’ 2027માં ગુજરાતમાં અમારી સરકાર બનશે. આપને રાષ્ટ્રીય દરજ્જો મળ્યા બાદ રવિવારે પહેલીવાર આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય પરિષદ અને રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક યોજાઈ હતી. રાષ્ટ્રીય પરીષદમાં પક્ષના નેતાઓએ વિવિધ રાજકીય મુદ્દાઓ પર ચર્ચાઓ કરી અને પ્રસ્તાવ પાસ કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર