Gujarat assembly election 2022- ગોપાલ ઈટાલિયા સુરતના કતારગામથી ચૂંટણી લડશે

બુધવાર, 9 નવેમ્બર 2022 (10:42 IST)
Gujarat assembly election 2022- આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ બેઠકથી ચૂંટણી લડશે.
 
દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને ગોપાલ ઇટાલિયા કતારગામથી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી.
 
કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યું, "રાજકારણમાં યુવાનોની ભાગીદારી જરૂરી છે. ગુજરાતમાં અમારા પ્રદેશ અધ્યક્ષ અને લોકપ્રિય યુવાન શ્રી ગોપાલ ઇટાલિયાને સુરતની કતારગામ વિધાનસભા અને પ્રદેશ મહામંત્રી શ્રી મનોજ સોરઠિયા કરંજ વિધાનસભા પરથી ગુજરાતના લોકો ચૂંટણી લડાવશે. બંને યુવાનોને હું શુભકામના આપું છું."
પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અને તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અલ્પેશ કથીરિયા પણ સુરતની વરાછા બેઠક પરથી ચૂંટણી લડશે. હવે ગોપાલ ઇટાલિયા પણ સુરતની કતારગામ બેઠક પરથી ચૂંટણી લડશે. એટલે કે આપના મોટા નેતાઓ સુરતમાંથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે.
 
ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ સૌથી પહેલાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તેમના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું હતું. અત્યાર સુધીમાં આપ ગુજરાતમાં લગભગ 150થી વધારે ઉમેદવારોનાં નામ જાહેર કરી ચૂકી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર