આમ આદમી પાર્ટીએ 182માંથી 152 બેઠકો પર જાહેર કરી દીધા છે અને કોંગ્રેસે પણ 4 દિવસ અગાઉ 43 ઉમેદવારો જાહેર કરી દીધા છે ત્યારે આવતીકાલે સાંજ સુધીમાં ભાજપ દ્વારા પ્રથમ યાદી જાહેર થવાની સંભાવના છે. તમામ ગ્રાઉન્ડ રિપોર્ટ અને સર્વે રિપોર્ટ પર દિલ્હીમાં મંથન થઈ રહ્યું છે અને ઉમેદવારોની સિલેક્શન પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે મળતા અહેવાલ પ્રમાણે ગુજરાતની ચૂંટણી માટે બીજેપીએ અંદાજિત 50 મૂરતિયાઓ નક્કી કરી લીધા છે. આ 50 સંભવિત ઉમેદવારોમાં કોંગ્રેસની રાહે ભાજપે પણ અનેક પર રીપિટ થિયરી લાગુ કરી છે. સૂત્રોએ આપેલ માહિતી અનુસાર CM અને ગૃહ મંત્રી સહિતના અનેક નેતાઓને ફરી મેદાને ઉતારવામાં આવશે. જોકે આ સંભવિત યાદી જોયા બાદ પણ અમુક રાજકીય પંડિતો માની રહ્યાં છે કે આ 50માંથી અંદાજે 10 ઉમેદવારોને ટિકિટ નહિ ફાળવવામાં આવે. તેમના 5 વર્ષના પરફોર્મન્સ અને જાહેરમાં કરેલ કૃત્યોને આધારે ટિકિટ કપાઈ પણ શકે છે.
2. હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી
3.ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી
4.કનુભાઈ દેસાઈ નાણાંમંત્રી