પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના વેસુ વિસ્તારમાં શોપિંગ કોમ્પ્લેક્સની છત પર ચઢીને બે યુવકોએ જોખમી રીતે ફોટો અને વીડિયોગ્રાફી કરી હતી. જેનો વીડિયો વાઇરલ થયો હતો. વેસુ પોલીસ એક્શનમાં આવી અને બંને યુવકોને શોધીને તેમને પાઠ ભણાવ્યો હતો. પોલીસે બે યુવકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ વીડિયો સુરતના વેસુ વિસ્તારમાં આવેલા ધ ગ્રાન્ટ પ્લાઝા મોલોનો હોવાનું સામે આવ્યું છે.
આ વીડિયો વાઇરલ થતા જ વેસુ પોલીસે જીવના જોખમે રીલ્સ બનાવનાર બંને યુવકોને શોધીને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. આ બાનવમાં પોલીસે 20 વર્ષીય શુભમ શિવકુમાર વાઘ અને વિક્રમ સુભાષ પાન પાટીલની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભૂતકાળમાં રીલ્સ બનાવવાના ચક્કરમાં યુવકોએ જીવ ગુમાવ્યો હોવાની ઘટના પણ સામે આવી ચૂકી છે. ત્યારે આવી રીતે જોખમી ફોટોગ્રાફી કે રીલ્સ ન બનાવવા લોકોને અપીલ કરવામાં આવી હતી.