કુંભમાં ગયેલી એકપણ વ્યક્તિને ગામમાં સીધો પ્રવેશ નહીં મળે, તેમનો ફરજિયાત RTPCR ટેસ્ટ થશેઃ મુખ્યમંત્રી રૂપાણી

શનિવાર, 17 એપ્રિલ 2021 (15:08 IST)
કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી, જામનગર ખાતે આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ છે. સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે કુંભમાં ગયેલી એકપણ વ્યક્તિને તેમના ગામમાં સીધો પ્રવેશ આપવામાં આવશે નહીં. તેમના આરટીપીસીઆર ટેસ્ટ કરાશે અને તેમને ફરજિયાતપણે આઇસોલેટ થવું પડશે. તેમના માટે ગામમાં નાકાબંધી લગાવવા પ્રાંતમાં કલેક્ટરોને સૂચના આપી દેવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય રુપાણીએ જામનગરની નિરીક્ષણ મુલાકાત દરમિયાન જણાવ્યું છેકે, કુંભ મેળામાં ગયેલા શ્રદ્ધાળુઓ ગુજરાત પરત ફરશે ત્યારે દરેક જિલ્લામાં કલેક્ટરને સૂચના આપવામાં આવી છેકે, એ તમામ લોકોને આઇસોલેટ કરવામાં આવે, એ તમામના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે અને તેમાંથી જે કોઇપણ સંક્રમિત હોય તેને તાત્કાલિક સારવાર આપવામાં આવે. કુંભમાં ગયેલી કોઇપણ વ્યક્તિને સીધેસીધા પોતાના ગામમાં પ્રવેશ નહીં મળે, તેમના માટે ગામમાં નાકાબંધીની સૂચના પ્રાંતમાં કલેકટરને આપવામમાં આવી છે. કુંભમાં ગયેલા લોકો કોરોના સ્પ્રેડર ન બને એ માટે આપણે અલગ વ્યવસ્થા ઉભી કરી છે.જેમાં મુખ્યમંત્રીએ જામનગર શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસ, ટેસ્ટિંગ, ટ્રેસિંગ, કોવિડ હોસ્પિટલો, બેડની સંખ્યા, ઓકિસજનની સુવિધા, વેન્ટીલેટર, રેમડેસિવિર ઈન્જેકશન ,સારવારની સુવિધા, આરોગ્ય સ્ટાફ સહિતની વિગતો મેળવીને કોરોના નિયંત્રણ અને જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન કરીને સૂચનાઓ આપી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર