અમદાવાદના બોપલમાં દિવાલ ધરાશાયી થતા એક જ પરિવારના ચાર સભ્યોના મોત

શનિવાર, 10 ઑગસ્ટ 2019 (14:16 IST)
અમદાવાદ પર છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અહીં છેલ્લા 12 કલાકમાં આઠ ઈંચ વરસાદ વરસ્યો છે. શુક્રવારે રાત્રે બારથી પાંચ વાગ્યા સુધીમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો અને ચારથી પાંચ એક જ કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. એવામાં બોપલ વિસ્તારમાં એક દિવાલ ધરાશાયી થઈ જતા એક જ ચારના મોત નિપજ્યા છે.  બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારના શેલા વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઈ જતા એક જ પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ કરતા ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે આવીને કાટમાળ હેઠળથી ચાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમને તાત્કાલિક ધોરણે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૂશળધાર વરસાદને કારણે અમદાવાદના ચાર અંડર બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે.
 
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર