ગુજરાત સરકારે 9 લાખ કર્મચારીઓને આપી ભેટ

શનિવાર, 29 જૂન 2019 (16:31 IST)
ગુજરાત સરકારે પોતાના સાઢા નવ લાખથી વધુ કર્મચારીઓ અને પેંશનધારકોને મોંઘવારી ભત્તામાં 3 ટકાનો વધારો આ વર્ષે જાન્યુઆરીના પૂર્વ પ્રભાવથી કરવાની જાહેરાત કરી. 
 
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે આજે રાજ્યના 9.61 લાખ સરકારી કર્મચારીને ખુબ જ સરસ ભેટ આપી છે. નાયબ મુખ્યમંત્રીએ સરકારી કર્મચારીઓ માટે મહત્વની ભેટ આપી છે. તેમણે આજે જાહેરાત કરી છે કે, રાજ્યના 9.61 લાખ સરકારી કર્મચારીનાં મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો કરવાની જાહેરાત કરી છે.
 
પત્રકાર પરિષદમાં નીતિન પટેલે કહ્યું હતું કે, ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોનો પગાર પણ વધારો કરવામાં આવશે. ફિક્સ પગારદારો માટે પણ રાહતના સમાચાર છે. હવે નવ ટકાની જગ્યાએ 12 ટકા મોંઘવારી ભથ્થુ ચૂકવવામાં આવશે. સરકારી કર્મચારી-પેંશનર્સને તેનો લાભ મળશે.
 
આગામી 2 જૂલાઈના રોજ ગુજરાત સરકારનું સામાન્ય બજેટ વિધાનસભામાં રજૂ થયા પૂર્વે નાણાંમંત્રી નીતિન પટેલે ગુજરાત સરકારના 9 લાખ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ત્રણ ટકા વધારીને 15 ટકા સુધી કરવાનો નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, આ કર્મચારીઓમાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને પણ આવરી લેવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર