'વાયુ' વાવાઝોડાના પગલે 21 ટ્રેન રદ, બે સ્પેશિયલ ટ્રેન શરૂ કરાઇ
બુધવાર, 12 જૂન 2019 (16:08 IST)
'વાયુ' વાવાઝોડાના પગલે વાહન વ્યવહાર ઉપર પણ અસર થઇ રહી છે. વધારે નુકસાન ન થાય અને મુસાફરો ફસાઇ ન જાય તે માટે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારને અસર કરતી ટ્રેનોને દર કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે સાંજે છ વાગ્યાથી લઇને 14 જૂન સુધી ટ્રેનોને રદ કરવામાં આવી છે. જેમાં વેરાવળ, ઓખા, પોરબંદર, ભાવનગર, ભૂજ, ગાંધીધામ જતી પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનોને રદ કરવામાં આવી છે. આ ઉપરાંત જુનાગઢ મીટરગેજની તમામ ટ્રેન રદ કરવાાં આવી છે. જુનાગઢથી અમરેલી દેલવાડા રૂટ ઉપર દોડતી ટ્રેનોને બંધ કરવામાં આવી છે. આમ વાયુ વાવાઝોડના પગલે 21 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. આ ઉપરાંત બે સ્પેસિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. ઓખાથી રાજકોટની ટ્રેન સાંજે 5.45થી ઉપડશે. અને ઓખાથી અમદાવાદ આજે બુધવારે રાત્રે 8.5 વાગ્યે ઉપડશે.