ઋંગ ઋષિનુ લગ્ન રાજા દશરથની દીકરી શાંતા સાથે થયું હતું.રાજા દશરથે તેમની પુત્રીને રાજા રોમપાદથી દત્તક લીધી હતી. શાંતાના કહેવા પર ઋંગ ઋષિ રાજા દશરથ માટે પુત્રેષ્ટિ યજ્ઞ કરવા તૈયાર થયાં. એનું કારણ આ હતું કે યજ્ઞ કરતા જીવન ભરનુ પુણ્ય આ યજ્ઞની આહુતિમાં નષ્ટ થઈ જશે. રાજા દશરથે ઋંગ ઋષિને યજ્ઞ કરવાના બદલે ખૂબ ધન આપ્યું જેથી તેમના પુત્ર અને ક્ન્યાનુ ભરણ પોષણ થઈ શકે અને યજ્ઞથી પ્રાપ્ત ખીરથી રામ,લક્ષ્મણ,ભરત અને શત્રુઘ્નનો જ્ન્મ થયો. ઋંગ ઋષિ ફરીથી પુણ્ય અર્જિત કરવા માટે વનમાં જઈને તપસ્યા કરવા લાગ્યા.