Ram Navami 2024: રામ નવમીના દિવસે કરો આ કામ, તમારા પર પ્રસન્ન થશે માં દુર્ગા

બુધવાર, 3 એપ્રિલ 2024 (00:54 IST)
Ram Navami 2024: હિંદુ ધર્મમાં, લોકો ભગવાન રામ પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને ભક્તિ ધરાવે છે. રામ નવમીનો તહેવાર ભગવાન રામને સમર્પિત છે, આ તહેવાર ભગવાન રામની જન્મોત્સવનાં રૂપમાં ઉજવવામાં આવે છે. દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તારીખે રામ નવમીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. ભગવાન રામના આશીર્વાદ મેળવવા માટે, ભક્તો રામ નવમી પર ભગવાન રામની વિશેષ પૂજા કરે છે. આ વર્ષે 2024માં રામનવમી 17 એપ્રિલે ઉજવવામાં આવશે.
 
લોકોમાં એવી માન્યતા છે કે ભગવાન રામની પૂજા કરવાથી આપણા જીવનના તમામ દુ:ખ, પરેશાનીઓ હંમેશા માટે દૂર થઈ જાય છે અને માનવજાતને  ભગવાન રામનો આશિર્વાદ પણ પ્રાપ્ત થાય છે. એવું પણ માનવામાં આવે છે કે રામ નવમી પર જો સાચા દિલથી ભક્તિ અને શ્રદ્ધા સાથે કેટલાક વિશેષ ઉપાયો કરવામાં આવે તો તે ચોક્કસ શુભ પરિણામ આપે છે તો આવો જાણીએ એવા કેટલાક ઉપાય 
 
રામ નવમીના દિવસે સાંજે કરવાના કેટલાક ઉપાય
ધન લાભ માટે - ધન લાભ માટે રામ નવમીની સાંજે એક લાલ કપડું લો અને તે લાલ કપડામાં 11 ગોમતી ચક્ર, 11 કોડીઓ, 11 લવિંગ અને 11 પતાશા બાંધી દેવી લક્ષ્મી અને ભગવાન રામને અર્પણ કરો. એક વાસણમાં પાણી લો અને રામરક્ષા મંત્ર ‘ઓમ શ્રીં હ્રીં ક્લીં રામચંદ્રાય શ્રીં નમઃ’ નો 108 વાર જાપ કરો. આ પવિત્ર જળને ઘરના દરેક ખૂણામાં છાંટો.
 
સંતાન પ્રાપ્તિ માટે 
એક નારિયેળ લો અને તેને લાલ કપડામાં લપેટીને માતા સીતાને અર્પણ કરો અને 108 વાર ‘ઓમ નમઃ શિવાય’ મંત્રનો જાપ કરો.
 
સુખ અને શાંતિ માટે
રામ દરબારની સામે ઘી કે તેલનો દીવો પ્રગટાવો અને 108 વાર 'શ્રી રામ જય રામ જય જય રામ' નો જાપ કરો.
 
રોગ મુક્ત થવા માટે
રામ નવમીની સાંજે કોઈપણ હનુમાનજી મંદિરમાં જઈને હનુમાન ચાલીસાનો પાઠ કરો અને 'ઓમ હનુમતે નમઃ' મંત્રનો 108 વાર જાપ કરો.
 
લગ્નજીવનમાં આવતા અવરોધો દૂર કરવા
રામ નવમી પર સાંજે ભગવાન રામ અને માતા સીતાને હળદર, કુમકુમ અને ચંદન અર્પણ કરો અને 108 વાર 'ઓમ જય સીતા રામ' નો જાપ કરો.
 
રામ નવમીના દિવસે ન કરો આ કામ
જો તમે રામનવમી પર તમારા દ્વારા કરવામાં આવેલા ઉપાયોનું ફળ ઝડપથી મેળવવા માંગતા હોય તો તમારે રામનવમીના દિવસે કેટલાક કાર્યો બિલકુલ ન કરવા જોઈએ. જેમ કે રામ નવમીના દિવસે, કોઈપણ પ્રકારનો તામસિક ખોરાક, માંસ, દારૂ વગેરેનું સેવન બિલકુલ ન કરો. તમારા મનને શુદ્ધ રાખો, કોઈનાં વિશે ખરાબ ન વિચારો, ક્રોધ, અસત્ય અને દરેક પ્રકારના દુષ્ટતાથી દૂર રહો અને કોઈનું નુકસાન ન કરો, દરેક સાથે પ્રેમથી રહો.
 
રામ નવમી 2024નો શુભ સમય
વર્ષ 2024માં રામનવમી 17 એપ્રિલ, બુધવારના રોજ આવી રહી છે. પૂજાનું શુભ મુહુર્ત સવારે 11:03 થી બપોરે 1:38 સુધીનું  છે. આવી સ્થિતિમાં પૂજા માટેનો સમય 2 કલાક 35 મિનિટનો રહેશે. નવમી તિથિ 16મી એપ્રિલ 2024ના રોજ બપોરે 1:23 વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે 17મી એપ્રિલે બપોરે 3:14 વાગ્યે સમાપ્ત થશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર