લોકસભામાં વર્ષ 2009-10 નું બજેટ રજુ કરતી વખતે લાલુનો શાયરાના અંદાજ સાથી તેમજ વિપક્ષ બધા સભ્યોને ખુશ કરી દીધા હતા. તેમણે ભાષણની શરૂઆતમાં કહયુ કે શુક્રિયા સે મેં શૂરૂ કરતાં હું, અપની બાત આજ, સાથ લેકર મે ચલા હું, દેશ ઓર સમાજ, મેં ચુકાતા હી રહુંગા દેશની મિટ્ટી કા કર્જ, રાષ્ટ્ર સેવા રીતી મેરી ઓર યહી મેરા રિવાજ.
સમગ્ર સભાખંડમાં તાળીઓનો ગડગડાટ થવા લાગ્યો. ત્યારબાદ તેમણે પોતાનાં પાંચ વર્ષથી નફાવાળા બજેટની વાત કરી હતી. તે અંગે તેમણે જણાવ્યું હતું કે કારીગરી કા એસા તરીકા બતા દીયા, ઘાટે કા જો ભી દોર થા, બીતા બના દીયા, ભારતની રેલ વિશ્વમેં ઈસ તરહ બુલંદ, હાથી કો ચુસ્ત કર ઉસે ચીતા બના દીયા.
લાલુનું રેલ બજેટ અને શાયરી વચ્ચે ખુબ જુનો સંબંધ છે. આઝાદી બાદ પ્રથમવાર ત્રિપુરાની રાજધાની અગરતલા અને કાશ્મીર ખીણ સાથે રેલ્વેને જોડવાની વાતને લાલુએ કંઈક આમ મુકી હતી. હર શિખર કો પાર કરતે નિત નઈ મંઝીલ કી ઓર, પ્રગતિ કા કાફલા બઢને લગા હૈ ચારો ઓર, રાહ કે હર શખ્સ કો લેકર ચલે હૈ સાથ હમ, એક નયે અંદાજ સે ફિર નઈ મંઝીલ કી ઓર...
તો સતત ચોથી વખત ટીકિટ ભાડામાં ઘટાડો કરવાની વાતનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે ઈસ તરહ સેવા કા ફર્ઝ નિભાયા હૈ હમને, દેશ મજબૂત કિયા ઓર મુનાફા ભી કમાયા હમને, આમ જનતા કી સુવિદ્યા કા રખા પુરા ખ્યાલ, હર એક બજેટમેં યાત્રી કિરાયા ઘટાયા હમને.
તો પોતાના બજેટનાં સમાપન વખતે લાલુએ જણાવ્યું હતું કે કોશિશ કા મેરી આપને, મુઝે દિયા સિલા, યે મર્તભા બુલંદ મુઝે આપસે મિલા, વાદા હૈ મેરા તુમસે એ મેરે હમસફર, જારી રહેગા કલ ભી તરક્કી કા સિલસિલા.