જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં પાટીદારોનો વિરોઘ

શનિવાર, 14 મે 2016 (11:40 IST)
આજથી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં બે દિવસીય કૃષિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આ કાર્યક્રમનું ઉદઘાટન કરવા માટે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જુનાગઢ આવ્યા હતા, ત્યારે પાટીદારોએ તેમનો અર્ધનગ્ન હાલતમાં વિરોધ કર્યો હતો. જોકે, પોલીસે વિરોધ કરવા આવેલા તમામ પાટીદારોની અટકાયત કરી હતી.

ગઈ કાલે પાટીદારોએ મુખ્યમંત્રીનું અર્ધનગ્ન હાલતમાં સ્વાગત કરવાની જાહેરાતથી પોલીસ દોડતી થઈ ગઈ હતી અને મુખ્યમંત્રી આવે, ત્યારે કંઈ અજુગતુ ન બને તે માટે સુરક્ષા વ્યસ્થા ગોઠવી દીધી હતી.
ગઈ કાલે જુનાગઢ પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)નાં કન્વીનર કેતન પટેલ, લલીત ત્રાંબડિયા, દર્શન રાદડિયા, રમેશ લાડાણી, ભરત પાનસુરિયા, પ્રેમ છત્રાળા, જયેશ ધોરજીયા, જય કપુપરા, ભરત લાડાણી સહિતનાં પાટીદારો અર્ધનગ્ન હાલતમાં મુખ્યમંત્રીનું સ્વાગત કરશે, તેવી જાહેરાત કરવામાં આવી હતી. કન્વીનરે ગઈ કાલે કહ્યું હતું કે, ભાજપ સરકારે હાર્દિક પટેલ ઉપર આતંકવાદી જેવી કલમો લગાવી જેલમાં બંધ કરી રાખ્યો છે અને રાજ્યમાં પાટીદારોને બાનમાં લીધા છે.

વેબદુનિયા પર વાંચો