અહી રાજા કર્ણ બન્યા દાનવીર કર્ણ
મંદિર સાથે એક અન્ય માન્યતા જોડાયેલી છે. એવુ કહેવાય છે કે મંદિર પાસે આવેલ કર્ણ ચૌડા પર અંગ પ્રદેશના રાજા કર્ણ રોજ સવામણ સોનુ દાન કરતા હતા. કર્ણ જે દુર્યોધનના પ્રિય મિત્ર હતા, તેમને દુર્યોધને અંગ પ્રદેશના રાજા બનાવ્યા હતઆ. અ&ગ પ્રદેશમાં ત્યારે આજના મુંગેર, ખગડિયા, બેગૂસરાય, ભાગલપુર, બાંકા અને જમુઈ જીલ્લાના ક્ષેત્ર રહેતા હતા. અંગ પ્રદેશમાં હોવાને કારણે જ અહીની બોલી અંગિકા છે એવુ કહેવાય છે કે રાજા કર્ણ મા ચંડીના પરમ ભક્ત હતા. તે રોજ માતાની સામે ઉકળતા પાણીની કઢાઈમાં કુદીને જીવ આપતા હતા અને મા પ્રસન્ન થઈને તેમને જીવનદાન આપતી હતી. સાથે જ માતા તેમને સવા મણ સોનુ પણ આપતી હતી. જેને કર્ણ ગંગા સ્નાન પછી કર્ણ ચૌડા પર ઉભા થઈને દાન કરતા હતઆ. માં ચંડીના આપેલા આશીર્વાદથી જ રાજા કર્ણ દાનવીર કર્ણ બન્યા હતા.