જો કે ખૈલૈયાઓએ નિરાશ થવાની જરૂર નથી કારણ કે ગુજરાતમાં હવે ચોમાસુ વિદાય લેવાના આરે પહોંચ્યુ છે. હવામાનવિભાગે કહ્યુ છે. રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી. પરંતુ હવામાં ભેજ હોવાથી કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. તેમ હવામાન વિભાગે આગાહી કરી છે.હવામાન વિભાગે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા પણ વ્યકત કરવામાં આવી છે. અમદાવાદ, સાબરકાંઠા, અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદ થઇ શકે છે. જ્યારે ડાંગ, નવસારી વલસાડમાં વીજળીની ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.