જાણો નવરાત્રી દુર્ગા પૂજાની માન્યતાઓ - નવરાત્રીમાં લગ્ન કેમ થતા નથી ?

બુધવાર, 1 ઑક્ટોબર 2014 (16:05 IST)
નવરાત્રી પવિત્ર અને શુદ્ધતા સાથે સંકળાયેલો પર્વ છે ,જેમાં નવ દિવસો સુધી પૂર્ણ પવિત્રતા અને સાત્વિકતા જાળવી રાખી દેવીના નવ સ્વરૂપોની આરાધના કરાય છે. આ દરમિયાન  શારીરિક અને માનસિક શુદ્ધતા માટે વ્રત રખાય છે. આ દિવસો દરમિયાન ઘણા  શ્રદ્ધાળુઓ કપડા ધોવા, શેવિંગ કરવી, વાળ કપાવવા અને પલંગ કે બેડ પર સૂવાનુ પણ નકારે છે. 
 
વિષ્ણુ પુરાણ મુજબ નવરાત્રી વ્રતના સમયે વારે ઘડીએ પાણી પીવાથી ,દિવસમાં સૂવાથી તમ્બાકૂ ખાવાથી સ્ત્રી સાથે સહવાસ કરવાથી વ્રત ખંડિત થઈ જાય છે.  લગ્નનો લક્ષ્ય સંતતિ દ્વ્રારા વંશને આગળ વધારવાનો છે આથી આ દિવસોમાં લગ્ન ન કરવા જોઈએ. 
 
આગળ જાણો જવારામાં જવ જ કેમ વાવવામાં આવે  છે ??

જવારામાં જવ જ કેમ વાવવામાં આવે  છે ??
 
નવરાત્રીમાં  દેવીની ઉપાસના સાથે  ઘણી માન્યતાઓ સંકળાયેલી છે તેમાંથી એક છે ઘરમાં  જવ વાવવા. . જવ રોપવાથી અને કળશ સ્થાપનાની  સાથે જ નવ દિવસની પૂજા શરૂ થાય છે. હવે સવાલ છે કે આખરે જવ જ કેમ રોપવામાં આવે છે ?? 
 
માન્યતા છે કે જ્યારે સૃષ્ટિની શરૂઆત થઈ હતી ત્યારે પહેલો પાક જવનો  જ હતો. વસંત ઋતુની પ્રથમ ફસલ  જવ જ હોય છે. તેથી આપણે માતાજીને જવ અર્પિત કરીએ છીએ. આથી તેને હવિષ્યત અન્ન પણ કહેવાય છે. 
 
માન્યતા છે કે  આ દરમ્યાન રોપાયેલા જવ જો તેજીથી વધે  તો ઘરમાં સુખ સમૃદ્ધિ તેજીથી વધે છે. પણ આ માન્યતા પાછળ મૂળ ભાવના છે કે દેવીમાંના આશીર્વાદથી આપણું ઘર આખુવર્ષ  ધનધાન્યથી ભરેલુ રહે છે. 
 
આગળ નવરાત્રીમાં રાત્રિકાળ પૂજાનું  મહત્વ 

નવરાત્રીમાં રાત્રિકાળ પૂજાનું  મહત્વ
 
શાસ્ત્રોમાં રાત્રિકાળની દેવી પૂજાનુ વિશેષ ફળ મળે છે. રાત્રૌ દેવી ચ પૂજ્યનતે કારણ કે દેવી રાત્રિ સ્વરૂપા છે જ્યારે શિવને દિવસ સ્વરૂપ માન્યું  છે. આથી નવરાત્રમાં રાત્રી વ્રતનું વિધાન છે. 
 
રાત્રિ રૂપા યતો દેવી દિવા રૂપો મહેશ્વર : રાત્રિ વ્રતમિદં દેવી સર્વ પાપ પ્રણાશનમ ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક માતાની પૂજા દિવસ અને રાત્રિમાં ક્યારે પણ કરી શકાય છે. વસ્તૃત શિવ અને શક્તિમાં કોઈ અતંર નથી. એટલું યાદ રાખો કે નવ દેવીઓની પૂજા અવશ્ય કરવી જોઈએ. 

નવરાત્રીમાં  ક્ન્યા પૂજનનો મહત્વ 
 
કુમારી ક્ન્યા માતા સમાન જ પવિત્ર અને પૂજનીય હોય છે. બે વર્ષથી લઈને દસ વર્ષની ક્ન્યા સાક્ષાત માતાનું સ્વરૂપ ગણાય છે. આ જ કારણ છે કે નવરાત્રિ પૂજનમાં આ ઉમરની ક્ન્યાઓના વિધિવત પગ પૂજીને ભોજન કરાવવામાં આવે છે. શાસ્ત્રો મુજબ એક ક્ન્યાની પૂજાથી એશ્વર્ય,બેની પૂજાથી ભોગ અને  મોક્ષ,ત્રણની પૂજાથી ધર્મ,અર્થ અને કામ,ચારની પૂજાથી રાજ્યપદ,પાંચની પૂજાથી વિદ્યા,છહની પૂજાથી છહ પ્રકારની સિદ્ધિ,સાતની પૂજાથી રાજ્ય,આઠની પૂજાથી  સંપદા અને નવની પૂજાથી પ્રભુત્વની પ્રાપ્તિ થાય છે. 
 

વેબદુનિયા પર વાંચો