વર્લી હિટ એંડ રન કેસનો મુખ્ય આરોપી મિહિર શાહ 7 દિવસની પોલીસ કસ્ટડીમાં, મુંબઈ પોલીસ કરશે પૂછપરછ

બુધવાર, 10 જુલાઈ 2024 (16:50 IST)
મુંબઈના બીએમડબલ્યુ હિટ એંડ રન મામલાના મુખ્ય આરોપી મિહિર શાહને બુધવારે એક સ્થાનીક કોર્ટે સાત દિવસની પોલીસ ધરપકડ મોકલી આપી. શિવ સેના નેતા રાજેશ શાહના પુત્ર મિહિર શાહના લગભગ 60 કલાક સુધી ચાલી રાજ્યવ્યાપી શોધ પછી મંગળવારે ધરપકડ કરવામં આવી હતી. પોલીસે આ મામલે વધુથી વધુ દિવસની કસ્ટડી માંગી હતી. 
 
કોર્ટે બચાવ પક્ષને કહ્યુ કે ડ્રાઈવર અને મુખ્ય આરોપીનુ નિવેદન પરસ્પરમાં મેચ થઈ રહ્યુ છે. રહી વાત નંબર પ્લેટની તો પોલીસ પાસે સંપૂર્ણ સીસીટીવી ફુટેજ છે. પોલીસની તરફથી કહેવામાં આવ્યુ કે આ એક ગંભીર આરોપ છે. તેથી તપાસની જરૂર છે. ગાડીનો નંબર મળ્યો નથી. આરોપીએ પોતાના વાળ અને દાઢી કપાવ્યા. પોલીસને ગુમરાહ કરવાની કોશિશ કરી. 
 
બચાવ પક્ષે કહ્યુ કે પોલીસ પોતાનુ ઈન્વેસ્ટિગેશન કરે. તમે આરોપીને ગઈકાલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલો. આ મામલે ડ્રાઈવરને ગઈકાલે કોર્ટમાં રજુ કરવામાં આવશે. ફક્ત વાળ અને દાઢી કાપી લેવી. આ કોઈ ગ્રાઉંડ નથી કે તમે કસ્ટડીમાં મોકલો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર