સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ઈન્દોરના જાણીતા સંત ભૈય્યૂ મહારાજે પારિવારિક કારણોસર ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. થોડા દિવસ પહેલા પુણેથી પરત ફરતી વખતે રાષ્ટ્રીય સંત ભૈય્યૂ મહારાજ પર જીવલેણ હુમલો થયો હતો. હુમલાને કારણે તેમનુ એક્સીડેંટ પર થયુ હતુ. એ દરમિયાન તેમને મળવા આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, એમપીના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને ગુજરાતના સીએમ રહી ચુકેલા આનંદી બેન પટેલ સહિત અનેક મોટી હસ્તીયો આવી ચુકી છે. એક સમયે મોડેલિંગ કરનારા આ સંતના દેશમાં અનેક ફોલોઅર છે. આ છે તેમના ભક્તોની લિસ્ટ...
રાજનીતિ, ફિલ્મ ઈંડસ્ટ્રી અને ઉદ્યોગ જગતમાં છે હાઈપ્રોફાઈલ ભક્ત
ભૈય્યૂ મહારાજના આશ્રમમાં આવનારા વીઆઈપી મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ હતા. તેમના પછી દેશના અનેક મોટા નેતા, અભિનેતા ગાયક અને ઉદ્યોગપતિ તેમના આશ્રમમાં આવી ચુક્યા છે. તેમા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ, પીએમ નરેન્દ્ર મોદી, શિવસેનાના ઉદ્દવ ઠાકરે અને મનસે ના રાજ ઠાકરે, લતા મંગેશકર, આશા ભોંસલે, અનુરાધા પોંડવાલ ફિલ્મ એક્ટર મિલિંદ ગુણાજીનો પણ સમાવેશ છે.
સદ્દભાવના ઉપવાસ દરમિયાન મોદીએ પણ ગુજરાત બોલાવ્યા હતા
પીએમ બનતા પહેલા ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં મોદી સદ્દભાવના ઉપવાસ પર બેસ્યા હતા. ત્યારે ઉપવાસ ખોલાવવા માટે તેમને દેશભરના ટોચના સંત, મહાત્મા અને ધર્મગુરૂઓને આમંત્રિત કર્યા હતા. તેમા ભૈય્યૂ મહારાજ પણ સામેલ હતા.