આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર સોમવારે વહેલી સવારે એક મોટી દુર્ઘટના થઈ. તેજ ગતિથી આવતી રોડવેઝ બસે 9 વિદ્યાર્થીઓને કચડી નાખ્યા. આ દુર્ઘટનામાં 6 વિદ્યાર્થીઓ સહિત 7ના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા. જ્યારે કે 3 ઘાયલ છે. એવુ કહેવાય રહ્યુ છે કે વિદ્યાર્થી ટૂર પર હરિદ્વાર જઈ રહ્યા હતા. ઘટના પછી બસ ડ્રાઈવર ફરાર છે. આસપાસના લોકોએ પોલીસને દુર્ઘટનાની સૂચના આપી.
સોમવારે સવારે લગભગ 4 વાગ્યે કેટલીક બસોનુ ડીઝલ ખતમ થઈ ગયુ હતુ. એક્સપ્રેસ પર તિર્વા કોતવાલી ક્ષેત્રમાં બધી બસોને રોડ કિનારે ઉભી કરવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થી એક બસથી બીજી બસમાં ડીઝલ ભરી રહ્યા હતા. ત્યારે પાછળથી આવી રહેલ રોડવેઝની બસ અનિયંત્રિત થઈ ગઈ અને હાઈવે પર ઉભા 9 વિદ્યાર્થીઓએન કચડી નાખ્યા. દુર્ઘટનામાં 6 વિદ્યાર્થી અને એક શિક્ષકે ઘટનાસ્થળ પર જ દમ તોડયો.
બાદમાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને સ્થિતિને સંભાળી લીધી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, 302 કિલોમીટર લાંબા લખનઉ-આગરા એક્સપ્રેસવે 6 લેન વાળો છે. આ એક્સપ્રેસવેનો બનાવવામાં તેર હજાર બસ્સો કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.