ઉત્તરપ્રદેશમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ સમાચાર સાંભળીને તમે વિશ્વાસ નહી કરી શકો. એવુ એક પક્ષી કાનપુરના બેનાઝાબર વિસ્તારમાં જોવા મળ્યુ છે. જેને લોકો રામાયણ સાથે જોડી રહ્યા છે. તમે પણ પક્ષીને જોઈને હેરાન થઈ જશો. બેનાઝાવર ઈદગાહ કબ્રિસ્તાન પાસે એક દુર્લભ હિમાલયન ગ્રિફૉન ગીધ રેસ્ક્યુ કરવામાં આવ્યુ. તમે આ પક્ષીને જોઈને જટાયુ જેવુ લાગી રહ્યુ છે. આ પક્ષી એલન ફોરેસ્ટ જૂ ના પશુ ચિકિત્સાલયમાં 15 દિવસના કવારંટીનમાં મોકલવામાં આવ્યુ છે.
15 દિવસ માટે મોકલવામાં આવ્યા ક્વારંટીન
જિલ્લા વન અધિકારી શ્રદ્ધા યાદવે જણાવ્યું કે ગીધને 15 દિવસ માટે ઝૂ હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે. આ અંગે તેમણે કહ્યું કે હિમાલયન ગીધની જોડી જોવાની વાત સામે આવી છે . બેનઝાર વિસ્તારમાં વધુ એક ગીધ છે, તેની શોધ ચાલી રહી છે. પ્રાણીસંગ્રહાલયના પશુચિકિત્સક ડો. નાસીર ઝૈદીએ જણાવ્યું કે પકડાયેલા હિમાલયન ગીધને હોસ્પિટલના પરિસરમાં અન્ય પક્ષીઓથી અલગ રાખવામાં આવ્યો છે. તેનું વજન લગભગ 8 કિલો છે, એમ તેમણે જણાવ્યું હતું. ડોક્ટરોની ટીમ દુર્લભ ગીધ પર નજર રાખી રહી છે. પ્રાણી સંગ્રહાલયમાં પહેલેથી જ ચાર હિમાલયન ગ્રિફોન ગીધ છે.