PM નરેન્દ્ર મોદી આજે પ્રવાસી ભારતીય દિવસનું સંમેલનનું ઔપચારિક કરશે ઉદઘાટન

સોમવાર, 9 જાન્યુઆરી 2023 (11:45 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રવાસી ભારતીય દિવસનું સંમેલનનું ઔપચારિક ઉદઘાટન કરશે. એક સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે, આજે પ્રવાસી ભારતીય દિવસ નિમિત્તે તેઓ ઈન્દોર જવા ઉત્સાહી છે. તેમણે જણાવ્યું કે, ભારતીય પ્રવાસીઓ સાથે સંબંધો વધુ ગાઢ બનાવવાની આ એક શ્રેષ્ઠ તક છે, જેણે વિશ્વ કક્ષાએ તેની આગવી ઓળખ ઉભી કરીછે.
 
ત્રણ દિવસીય પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનો ગઈકાલે ઈન્દોર ખાતે આરંભ થયો છે. પ્રથમ દિવસે પ્રવાસી ભારતીય યુવા સંમેલનનું ઉદઘાટન કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી અનુરાગ ઠાકુરે કર્યું હતું.ગઈકાલે એક અગત્યના ચર્ચા સત્ર કે જેનો વિષય હતો, નવીન શોધો તેમજ નવી તકનીકોમાં પ્રવાસી યુવાનોની ભૂમિકા પર ચર્ચા યોજાઈ હતી. 
 
ચર્ચા સત્રમાં અધ્યક્ષ પદેથી સંબોધન કરતાં અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, યુવા પ્રવાસી સંમેલન એ માત્ર પ્રવાસી યુવાનોને તેમના મૂળ સાથે જોડવાનો પ્રયત્ન નથી, પણ નવીન શક્યતાઓ શોધવાનો પણ પ્રયાસ છે. ભારતની યુવા શક્તિ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ભારતીય યુવાનોનો અદમ્ય જુસ્સો અને સાહસ વિશ્વના ગમે તે ભાગમાં તેઓ ભારતને ગૌરવ અપાવશે.
 
દરમ્યાન વિદશમંત્રી ડૉ.એસ.જયશંકરે મલેશિયાના વિદેશમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય પ્રવાસીઓ બંને દેશો વચ્ચે ખૂબ જ મજબૂત સેતુરૂપ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર