દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની તબિયત અચાનક બગડી હતી. તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમાચાર અનુસાર, ગઈકાલે રાત્રે 2 વાગ્યાની આસપાસ ઉપરાષ્ટ્રપતિને અચાનક છાતીમાં દુખાવો શરૂ થયો અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. 73 વર્ષીય જગદીપ ધનખરને તાત્કાલિક એઈમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ડૉક્ટરોએ તેમને દાખલ કરવાની સલાહ આપી હતી. તેમની એઈમ્સમાં સારવાર ચાલી રહી છે.